વેરાવળ-ત્રિવેન્દ્રમ વચ્ચે 10 ડિસેમ્બરથી વિશેષ ટ્રેન દોડશે

21 November 2020 04:55 PM
Veraval Rajkot Travel
  • વેરાવળ-ત્રિવેન્દ્રમ વચ્ચે 10 ડિસેમ્બરથી વિશેષ ટ્રેન દોડશે

રાજકોટ, તા. ર1
મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળથી ત્રિવેન્દ્રમ વચ્ચે 10 ડિસેમ્બર ર0ર0થી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 06333-06334 વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દર ગુરૂવારે 10 ડિસેમ્બર, ર0ર0થી આગામી આદેશ સુધી દોડશે. ટ્રેન નંબર 06333-06334 વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન ટ્રેન નંબર 06333 વેરાવળ-ત્રિવેન્દ્રમ વિશેષ ટ્રેન વેરાવળથી 10 ડિસેમ્બર ર0ર0 (ગુરૂવારે)ને 6.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 4 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 06334 ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન 07 ડિસેમ્બર ર0ર0 (સોમવાર)ના રોજ 1પ.40 વાગ્યે ત્રિવેન્દ્રમથી ઉપડશે અને ત્રીજા દિવસે 1પ.45 વાગ્યે વેરાવળ પહોંચશે. ટ્રેન નંબર 06334 (ત્રિવેન્દ્રમ-વેરાવળ સ્પેશ્યલ) મણિનગર અને માવેલીકારા સ્ટેશનો પર પણ રોકાશે અને ટ્રેન નંબર 06333 (વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશ્યલ) પચ્યન્નૂર, કન્નાપુરમ, વડકરા, કાયિલાંડી, ફેરોક, પરપ્પનંગાડિ અને તિરૂવનંતપુરમ પેટ્ટા સ્ટેશનો પર પણ રોકાશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેનનું બુકીંગ ર3 નવેમ્બર ર0ર0 (સોમવાર)થી શરૂ થશે. મુસાફરોને મુસાફરી દરમિયાન ભારત સરકારની કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરે અને ગાડી ઉપડવાના સમયથી 1.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચવા વિનંતી છે.


Related News

Loading...
Advertisement