દેશમાં દર વર્ષે 70000 કરોડની ટેકસ ચોરી: ખળભળાટ મચાવતો રીપોર્ટ

21 November 2020 04:46 PM
India World
  • દેશમાં દર વર્ષે 70000 કરોડની ટેકસ ચોરી: ખળભળાટ મચાવતો રીપોર્ટ

ટેકસ જસ્ટીસ નેટવર્કનો વાર્ષિક અહેવાલ જાહેર: વૈશ્ર્વિક સ્તરે એમએનસી 24500 કરોડ ડોલર અને ધનવાનો વ્યક્તિગત 18200 કરેાડ ડોલરની ટેકસ ચોરી કરતા હોવાનો ધડાકા

લંડન તા.21
ધ ટેકસ જસ્ટીસ નેટવર્ક (ટીજેએમ) સંસ્થાએ પોતાનો ‘સ્ટેટ ઓફ ટેકસ જસ્ટીસ 2020’ અહેવાલ પ્રસિદ્ધ કરતા જ ખળભળાટ મચી ગયો છે. રીપોર્ટમાં ધડાકો કરાયો છે કે, ટેકસ હેવન દેશોના નામે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અબજોપતિઓ ભારતમાં 70000 કરોડની ટેકસ ચોરી કરી રહ્યા છે. વિશ્ર્વસ્તરે આ આંકડો 42,700 કરોડ ડોલરનો છે.
આ વૈશ્ર્વિક સંસ્થાના અહેવાલમાં જણાવ્યા મુજબ વિશ્ર્વ આજે કોરોના સામે યુદ્ધની જેમ લડી રહ્યો છે ત્યારે એમએનસી અબજો ડોલરનો નફો ટેકસ હેવન દેશોમાં ટ્રાન્સફર કરી રહી છે. સંસ્થાએ વિનંતી કરી છે કે, આ અંગે વૈશ્ર્વિક સ્તરે પગલા લેવામાં આવે. સંસ્થાએ દાવો કર્યો છે કે, તેમના દ્વારા કંપનીઓ અને કોર્પોરેટ માંધાતાઓ દ્વારા જાહેર કરાયેલી વિવિધ દેશોની ટેકસ ચૂકવણીની માહિતીનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે, આગામી જી-20 બેઠકમાં વિકસીત અને વિકાસશીલ દેશો સર્વાનુમતે ટેકસના નિયમોને વધુ કડક બનાવશે.
ટેકસ હેવન દેશોના નામે ધનવાનો વિશ્ર્વમાં 18,200 કરોડ ડોલરની ટેકસ ચોરી કરે છે. જયારે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા થતી ટેકસચોરીનો આંકડો 24,500 કરોડ ડોલર છે.

કઈ રીતે થાય છે ટેકસ ચોરી?
ટેકસ જસ્ટીસ નેટવર્કના અહેવાલ મુજબ બહુરાષ્ટ્રીય કંપનીઓ જે દેશમાં કોર્પોરેટ કાયદાનું અસ્તિત્વ ન હોય અથવા આવા કાયદાઓમાં છીંડા હોય તેવા દેશોમાં વર્ષે 138 ટ્રીલીયન ડોલરના મૂલ્યનો નફો ટ્રાન્સફર કરે છે અને કર ચોરીને અંજામ આપે છે.


Related News

Loading...
Advertisement