કોવિડની સારવારમાં અસરકારક સાબિત થઇ રહી છે હર્બલ ચા

21 November 2020 04:27 PM
Health
  • કોવિડની સારવારમાં અસરકારક સાબિત થઇ રહી છે હર્બલ ચા

બર્લિન તા. ર1 : કોવિડ-19ના ઉપચાર માટે તમામ ઉપાયો શોધાય રહયા છે. જેમાં હર્બલ ચા અસરકાર સાબીત થઇ છે. પેરિલા પત્તા અને તજથી બનેલ ચા કોવિડના પ્રાથમિક ઉપચાર માટે અસરકાર છે.
જર્મન શોધકર્તાઓ દ્વારા કરેલ અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે. અધ્યયનથી જોડાયેલ શોધકર્તાઓ મુજબ કોવિડ-19 વર્તમાન અર્થવ્યવસ્થા અને ચિકિત્સા જગત માટે પડકાર બની ગયુ છે. તેનાથી બચવા અને ઉ5ચારના ઉપાયો વ્યાપક સ્તર પર ઉપલબ્ધ નથી. તેવામાં તજ અને પેરિલા પત્તાથી બનેલ હર્બલ ચા કોવિડની જંગમાં અસરકાર સાબીત થઇ છે.દુનિયાભરમાં હર્બલ ટી નો ઉપયોગ કરવામાં આવે છે. અધ્યયન મુજબ તજ અને પેરીલા પત્તાને પાણીમાં ઉકાળી તૈયાર કરેલ હર્બલ ચા માનવ કોષોમાંથી કોવિડના સંક્રમણને ઓછો કરે છે. તજ, પેરિલા અને તુલસી, ફુદીનો અજમો વગેરે મહત્વપુર્ણ સુગંધિત મસાલાની શ્રેણીમાં આવે છે. મોંઘા ચિકિત્સકીય વિકલ્પોની વચ્ચે ઉપલબ્ધ આ હર્બલ ચા મહામારીના સમયમાં ઘણુ ફાયદાકારક અને અસરકારક પણ છે.


Related News

Loading...
Advertisement