ગાંધીનગરની પીડીપીયુ યુનિ.ના 43 પીએચડી-2600 વિદ્યાર્થીઓને વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ પદવી એનાયત

21 November 2020 04:16 PM
Ahmedabad Gujarat
  • ગાંધીનગરની પીડીપીયુ યુનિ.ના 43 પીએચડી-2600 વિદ્યાર્થીઓને વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ પદવી એનાયત
  • ગાંધીનગરની પીડીપીયુ યુનિ.ના 43 પીએચડી-2600 વિદ્યાર્થીઓને વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ પદવી એનાયત
  • ગાંધીનગરની પીડીપીયુ યુનિ.ના 43 પીએચડી-2600 વિદ્યાર્થીઓને વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ પદવી એનાયત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, યુનિ.ના ચેરમેન-ઉદ્યોગપતિ મુકેશભાઇ અંબાણી સહિતના આગેવાનો-નેતાઓ ઉપસ્થિત

ગાંધીનગર તા.21
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગરનો આજે આઠમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પીડીપીયુના ચેરમેન-ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના હસ્તે પીડીપીયુના 43 પીએચડી સહિત કુલ 2600 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની પદવી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પીડીપીયુના ચેરમેન મુકેશ અંબાણીએ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન આપીને તેમને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર સાથે ઙઉઙઞ ખાતે કુલ 97 ગોલ્ડ મેડલ અને ઙવ.ઉના વિદ્યાર્થીઓને પ્રતિકરૂપે મેડલ પદવી એનાયત કરવામાં આવી હતી.
પદવીદાન સમારોહમાં ખઇઅ, ઙૠઉઙખ-ડ, ઇ.ઝયભવ, ખ.ઝયભવ, ઇ.ઈજ્ઞળ(ઇંજ્ઞક્ષત.), ઇ.અ.(ઇંજ્ઞક્ષત.), ઇ.ઇ.અ.(ઇંજ્ઞક્ષત.), ઇ.જભ.(ઇંજ્ઞક્ષત.), ખ.અ. અને ઙવ.ઉ સહિતના કુલ 2600 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પીડીપીયુના મુકેશ અંબાણી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આઠમો પદવીદાન સમારોહ ખુલ્લો મુકાયો હતો.
અત્રે નોંધનીય છે કોરોનાની સ્થિતિને કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવી દિલ્હીથી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી જ્યારે પીડીપીયુના ચેરમેન મુકેશ અંબાણી મુંબઈથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પીડીપીયુ ખાતે વિવિધ પાંચ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરાયું હતું. જેમાં 45 ખઠ પ્રોડક્શન ઓફ મોનોક્રીસ્ટલાઇન સોલાર ફોટો વોલાટિક પેનલ, પીડીપીયુ ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ઇન્ડો-ઇયુ બાયલેટરલ પ્રોજેક્ટ અંડર હોરિઝન 2020 ઇન્ડિયા-વ20 ફોર ઇન્ડિસ્ટ્રિયલ વેસ્ટ એન્ડ ડિસેલિનેશન અને ટ્રાન્સલેશનલ રિસર્ચ સેન્ટરનો સમાવેશ થાય છે.
પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ પરિમલ નથવાણી, પીડીપીયુના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડી. રાજગોપાલન, ડાયરેક્ટર જનરલ પ્રો. એસ. સુંદર મનોહર, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.


Related News

Loading...
Advertisement