બોલિવૂડ=ડ્રગ્સનો અડ્ડો !: કોમેડિયન ભારતીસિંહને ત્યાં NCBના દરોડા: ગાંજો મળ્યો

21 November 2020 04:14 PM
Entertainment
  • બોલિવૂડ=ડ્રગ્સનો અડ્ડો !: કોમેડિયન ભારતીસિંહને ત્યાં NCBના દરોડા: ગાંજો મળ્યો

અનેક નામાંકિત કલાકારોના ‘તપેલા’ ચડી ગયા બાદ હવે કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિનો વારો: સમન્સ પાઠવી તાત્કાલિક હાજર થવા ફરમાન: બોલિવૂડમાં જબરો ખળભળાટ

મુંબઈ, તા.21
સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કેસ અને ત્યારપછી બોલિવૂડમાં ચાલી રહેલા ડ્રગ્સના દૂષણની તપાસ દિવસેને દિવસે લંબાઈ રહી છે અને હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ ધ કપિલ શર્મા શોસહિતના અનેક શોમાં કામ કરી રહેલી કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લીંબાચીયાના ઘેર દરોડો પાડતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડ સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે અત્યાર સુધીમાં અનેક ચોંકાવનારા નામ સામે આવી ચૂક્યા છે અને હવે તેમાં નવું નામ ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લીંબાચીયાનું પણ આવી રહ્યું છે. ન્યુઝ એજન્સી એએનઆઈએ ટવીટ કરીને આ અંગેની જાણકારી આપી છે જેમાં કહેવાયું છે કે મુંબઈમાં કોમેડિયન ભારતીસિંહના ઘર ઉપર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના દરોડા પડ્યા છે.


ડ્રગ્સ સાથે જોડાયેલા મામલાને લઈને એનસીબીએ આ દરોડો પાડ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન ભારતીના ઘરમાંથી ગાંજો પણ મળી આવ્યો છે. એનસીબીની મુંબઈ ઝોનલ યુનિટે કોમેડિયનના ઘેર દરોડો પાડ્યો છે. આ ઉપરાંત એજન્સીએ અંધેરી, લોખંડવાલા અને વર્સોવા વિસ્તારમાં પણ દરોડા કાર્યવાહી શરૂ કરી છે. ગાંજો મળી આવ્યા બાદ એનસીબીએ બન્નેને સમન્સ ફટકારી હાજર થવા ફરમાન જારી કર્યું છે. જ્યારે એનસીબી ભારતીસિંહના ઘેર પહોંચી ત્યારે બન્ને ઘેર જ હતા. આ પહેલાં એનસીબીએ અર્જુન રામપાલને ત્યાં પણ દરોડા પાડ્યા હતા તો અર્જુનની લીવ ઈન પાર્ટનર ગેબ્રિએલા ડેમેટ્રિએડસની પણ એનસીબીએ બે દિવસ સુધી પૂછપરછ કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં ડ્રગ્સની તપાસના લપેટામાં અત્યાર સુધી અનેક સેલિબ્રિટીઓના નામ બહાર આવી ચૂક્યા છે જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીથી આ મામલો શરૂ થયો અને ત્યારપછી દીપિકા પાદુકોણસારા અલી ખાન રકુલપ્રિતસિંહ અર્જુન રામપાલની પાર્ટનર ગેબ્રીયેલા જેવા નામો એનસીબીના રડારમાં આવી ચૂક્યા છે. 14 જૂને સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ એનસીબીએ ડ્રગ્સ સાથે જોડાયેલા વોટસએપ ચેટના આધાર પર બોલિવૂડમાં કથિત નશીલી દવાઓના ઉપયોગના સંબંધમાં તપાસ શરૂ કરી હતી. એનસીબીએ આ પહેલાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, સુશાંતને ત્યાં કામ કરતાં અમુક કર્મચારીઓ સહિતના લોકોની એનડીપીસીએસ કાયદાની કલમો હેઠળ ધરપકડ કરી હતી. જો કે રિચયા ચક્રવર્તી સહિતના અનેક આરોપીઓ અત્યારે જામીન ઉપર બહાર છે.


Related News

Loading...
Advertisement