પાકિસ્તાનની પૂંછડી વાંકી ને વાંકી: કાશ્મીરમાં ફરી ફાયરિંગ, એક જવાન શહિદ

21 November 2020 04:11 PM
World
  • પાકિસ્તાનની પૂંછડી વાંકી ને વાંકી: કાશ્મીરમાં ફરી ફાયરિંગ, એક જવાન શહિદ
  • પાકિસ્તાનની પૂંછડી વાંકી ને વાંકી: કાશ્મીરમાં ફરી ફાયરિંગ, એક જવાન શહિદ

નૌશેરામાં બેફામ ગોળીબાર: સાંબા સેક્ટરમાં બે ડ્રોન ઘૂસી આવતાં સૈનિકો સાબદા

નવીદિલ્હી, તા.21
કૂતરાની પૂંછડી જેવી રીતે ક્યારેય સીધી ન થાય તેવી રીતે પાકિસ્તાન પણ તેના લખણો ઝળકાવવામાંથી ક્યારેય બહાર આવે તેવું લાગતું નથી. દર વખતે ઉંધે કાંધ પટકાવા જતાં પાકિસ્તાન હજુ પણ સુધરવાની નામ લઈ રહ્યું નથી. કાશ્મીરના નાગરોટામાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવતાં શમશમી ગયેલા પાકિસ્તાને આજે ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી બેફામ ગોળીબાર કરતાં એક જવાન શહિદ થઈ ગયો હતો. આ રીતે સાંબા સેક્ટરમાં બે ડ્રોન ઘૂસી આવતાં ભારતીય જવાનો સાબદાં થઈ ગયા હતા અને ડ્રોનને ખદેડી મુક્યા હતા.
આજે સવારના અરસામાં જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરતાં એક જવાન શહિદ થઈ ગયા હતા. જ્યારે સાંબા વિસ્તારમાં ગત સાંજે બે પાકિસ્તાની ડ્રોન ઘૂસી આવતાં સિક્યોરિટી દળોએ બન્ને ડ્રોનને તોડી પાડ્યા હતા. જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ થયા પછી પાકિસ્તાન સખણું રહી શકતું નથી અને કોઈને કોઈ અટકચાળા કર્યે જ રાખે છે. અગાઉ પંજાબ તરફની ભારત-પાક. સરહદે ડ્રોન દ્વારા હથિયારે ઉતારવાનો પાકિસ્તાનનો પ્રયત્ન ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો આમ છતાં પાકિસ્તાન સતત ડ્રોન મોકલવાના પ્રયાસો છોડી રહ્યું જ નથી.


Related News

Loading...
Advertisement