બેંગ્લોર અને ચેન્નઈનો રહેવા માટે દેશના સૌથી સસ્તાં શહેરોમાં સમાવેશ

21 November 2020 04:08 PM
India Top News
  • બેંગ્લોર અને ચેન્નઈનો રહેવા માટે દેશના સૌથી સસ્તાં શહેરોમાં સમાવેશ

દુનિયાનાં 130 શહેરોનું રેન્કિંગ્સ જાહેર, હોન્ગકોન્ગ અને પેરિસ સૌથી મોંઘાં શહેર

મુંબઈ: સારા વાતાવરણ અને સ્વચ્છ શહેરમાં રહેવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. કોઈપણ શહેરમાં વસવાટ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો એ છે બજેટ. ઈકોનોમીક ઈન્ટેલીજન્સ યુનિટે 20202 વર્લ્ડ વાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વેના આધારે દુનિયાનાં 130 શહેરોનું રેન્કિંગ્સ જાહેર કર્યું છે એમાં દુનિયાનાં સૌથી સસ્તાં શહેરોની યાદીમાં ભારતનાં બે શહેરો પણ સામેલ છે.સૌથી મોંઘા શહેરોની યાદીમાં હોંગકોંગ અને પેરિસ સામેલ છે. ત્યાં સૌથી સસ્તા શહેરોમાં ભારતના બેંગ્લોર અને ચેન્નઈનો સમાવેશ છે.આ સર્વે અનુસાર દુનિયાનાં સૌથી સસ્તાં શહેરોની યાદીમાં પહેલા અને બીજા નંબરે એશિયાનાં બે શહેર દમિશ્ક અને તાશ્કંદ છે. સર્વે અનુસાર ભારતનાં બન્ને શહેર બેંગ્લોર અને ચેન્નઈ સંયુક્ત રૂપે 9માં સ્થાને છે. સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો ઘરમાં ખાવા-પીવા પાછળ થતો ખર્ચ, ભાડું, દરરોજ ઓફિસ આવવા-જવા માટે થતો ખર્ચ, વીજળી-પાણીનાં બિલ સામેલ છે. આ ઉપરાંત શહેરના ટ્રાન્સપોર્ટ, માર્કેટને પણ આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યાં છે.


Related News

Loading...
Advertisement