વર્ષ 2020માં દરરોજ 449 કરોડ વધી ગૌતમ અદાણીની સંપતિ

21 November 2020 04:03 PM
India
  • વર્ષ 2020માં દરરોજ 449 કરોડ વધી ગૌતમ અદાણીની સંપતિ

આ મામલે મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા

નવી દિલ્હી: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ વર્ષે પણ દેશના ધનિકો વચ્ચે સંપતિમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે ત્યાં સુધી કે તેમણે એશિયાની સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અનિલ અંબાણીને પણ આ મામલે પાછળ છોડી દીધા છે.બ્લુમબર્ગ બિલ્યોનેર ઈન્ડેકસના જણાવ્યા મુજબ ગૌતમ અદાણીની નેટવર્થમાં આ વર્ષે 19.1 અબજ ડોલર (1,416.41 અબજ રૂપિયા)ની વૃદ્ધિ થઈ છે, જે પ્રતિદિન 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ સૂચિત કરે છે. આની સામે મુકેશ અંબાણીની નેટવર્થમાં અત્યાર સુધીમાં 16.4 અબજ ડોલર (1216.19 અબજ રૂપિયા)ની વૃદ્ધિ થઈ છે.સંપતિના સૃજનમાં સ્ટીવ બાલ્મર, લેરી પેજ અને બિલ ગેટસ પછી ગૌતમ અદાણી વિશ્ર્વના ધનિકોમાં નવમાં ક્રમે આવે છે.


ચાલુ વર્ષમાં સંપતિમાં 30.4 અબજ ડોલર (અંદાજે 2254.40 અબજ રૂપિયા)ની વૃદ્ધિ સાથે અદાણી વિશ્વમાં 40માં ક્રમે આવ્યા છે.દરમ્યાન ચાલુ વર્ષે 16.4 અબજ ડોલર (1216.19 અબજ રૂપિયા)ની વૃદ્ધિ સાથે મુકેશ અંબાણીની કુલ સંપતિ 75 અબજ ડોલર (અંદાજે 5561.84 અબજ રૂપિયા)ની રહી છે. આ સાથે મુકેશ અંબાણી બ્લુમબર્ગ બિલ્યોનેર ઈન્ડેકસની યાદીમાં દસમું સ્થાન પામ્યા છે.અદાણીની નેટવર્થમાં થયેલી વૃદ્ધિ અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઈઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમીશનના શેર્સની કિંમતમાં થયેલી વૃદ્ધિ કારણભૂત છે. 1988માં 32 વર્ષની વયે કોમોડીટી ટ્રેડર તરીકે શરૂઆત કરનાર ગૌતમ અદાણી હવે પોર્ટ, એરપોર્ટ, એનર્જી રિસોર્સીસ, લોજીસ્ટીકસ, એગ્રીબીઝનેસ, રિયલ એસ્ટેટ, ફાઈનાન્સીયલ સર્વિસીસ, ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને ડિફેન્સ બીઝનેસ જેવા ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓના માલિક છે.


Related News

Loading...
Advertisement