રાજકોટ મ.ન.પા.ની સીટી બસો રાત્રે 8 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય

21 November 2020 03:59 PM
Rajkot Travel
  • રાજકોટ મ.ન.પા.ની સીટી બસો રાત્રે 8 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય

રાજકોટ,તા. 21
રાજકોટ શહેરમાં જાહેર પરિવહનનું સંચાલન કરતી રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા બીઆરટીએસનું સંચાલન કરવામાં આવે છે. તથા રાજકોટ રાજપથ લી.ને તા. 1-4-2015થી સિટી બસ સેવાનું સંચાલન સોંપવામાં આવ્યું છે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અનલોક-5ની ગાઈડલાઈન (માર્ગદર્શન) અન્વયે હાલમાં 75 ટકા મુજબ પરિવહન સેવા ચાલુ છે. તાજેતરમાં સરકાર દ્વારા કોવીડ-19ના ફેલાવો રોકવા માટે જાહેર કરવામાં આવેલ રાત્રિના કફર્યુના સમયને (રાત્રીના 9 કલાકથી સવારના 6) ધ્યાને રાખીને બસ સેવાનો સમય સવારના 6 થી રાત્રિના 8 સુધીનો રાખવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement