ચેક રિટર્નના ગુન્હાનો આરોપી પેરોલ જંપ કરી ફરાર થયા બાદ ફરી ઝડપાયા

21 November 2020 03:35 PM
Jamnagar
  • ચેક રિટર્નના ગુન્હાનો આરોપી પેરોલ જંપ કરી ફરાર થયા બાદ ફરી ઝડપાયા

જામનગર તા.21:જામનગરમાં ચેક પરત ફરવાના ગુન્હામાં જેલમાં ધકેલાયેલા આરોપી પેરોલ જામીન મેળવ્યા બાદ મુદ્દત પછી પુન: જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયો હતો. જેને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લીધો હતો.
પો.હેડ કોન્સ. સલીમભાઇ નોયડા, નિર્મળસિંહ જાડેજા તથા કાસમભાઇ બ્લોચ ને ખાનગી રાહે હકિકત મળેલ કે જામનગર જીલ્લાના 10 મા એડી.ચીફ જ્યુડી.મેજી.ની કોર્ટ દ્વારા ધ નેગો.એકટ-138 થી બે વર્ષ ની સજા પડેલ આરોપી રાજેન્દ્રભાઇ બાબુલાલ ચૌહાણ રહે સીદીપીર ની શેરી દેવુભા બાપુના ડેલા સામે જામનગર વાળા દિન -90 ની પેરોલ રજા ઉપર હોય જેની તા 27/07/2020 ના રોજ રજા પુરી થયેલ હોય પરંતુ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ ન હોય અને પેરોલ રજા પરથી ફરાર હોય, જેથી સદરહુ આરોપી ની તપાસ કરતા સજુબા સ્કુલ પાસે હાજર હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડ જામનગરનાઓ એ તા.19/11/2020 ના ક.ર1/00 વાગ્યે આરોપીને ઉપરોકત જગ્યાએથી પકડી પાડી બાકીની સજા ભોગવવા સારૂ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એસ.ગરચર તથા પો.હે.કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઇ ગઢવી નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગિરીરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રમાઇ વૈષ્ણવ, તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે.


Loading...
Advertisement