જામનગરના લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો

21 November 2020 03:32 PM
Jamnagar
  • જામનગરના લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો

જામનગર તા.21 જામનગર શહેરમાં સતત ત્રણ ચાર દિવસથી ઠંડી પડિયા બાદ ફરી ફરી ઠંડી સાથે ગરમીનું વાતારણ લોકો અનુભવી રહ્યા છે. એકાએક લધુતમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થતા પારો 16.2 ડીગ્રી એ પહોચ્યું છે.જ્યારે ભેજના પ્રમાણમાં અને પવનની ગતિમાં ધટાડો નોધાયો છે. આમ જામનગરમાં ફરી શિયાળામાં મિશ્ર ઋતુનું વાતાવરણ સર્જાયું છે.
જામનગરમાં છેલ્લા છ દિવસથી લધુતમ તાપમાનમાં નીચું ગયા પછી આજે 3 ડીગ્રી ઉચાયું છે, જીલ્લા કલેકટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે જામનગરનું લધુતમ તાપમાન 16.2 ડીગ્રી નોધાયું છે. જયારે મહતમ તાપમાન 29,6 રહ્યું હતું. ત્યારે ભેજનું પ્રમાણની વાત કરીએ ભેજ 59 ટકા નોધાયું છે. ભેજના પ્રમાણમાં ધટાડો પાંચ ડીગ્રી ધટાડો નોધાયો છે. પવનની ગતી આજે પ્રતિ કલાક 4.8 ટકા નોધાયું છે.
જામનગરમાં લધુતમ અને મહતમમાં ફેરફાર થતા બપોરે ગરમીનું વાતાવરણ રહ્યું છે.જો કે જામનગરવાસીઓ માટે તો શિયાલાને લઈને ઠંડા વસ્ત્રો પહેરેલા જોવા મળતા હતા. એકી સાથે બન્ને ઋતુને લઈને લોકોના આરોગ્ય ઉપર મોટી અસર પડશે. હાલમાં પણ શરદી,ઉધરસ, સહિતના રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.ત્યારે ફરી કોરોના પણ માથુ ઉચકે તેવું તબીબોનું માનવું છે,


Loading...
Advertisement