અલ-કાયદાના વડા અલ-જવાહિરીનું મોત : અંતિમ સમયે ન મળી સારવાર

21 November 2020 03:31 PM
India
  • અલ-કાયદાના વડા અલ-જવાહિરીનું મોત : અંતિમ સમયે ન મળી સારવાર

અસ્થમાએ શ્વાસ રોકી દીધા

નવી દિલ્હી તા. ર1 : ખુંખાર આતંકી સંગઠન અલકાયદાના પ્રમુખ અલ-જવાહિરીનું અફગાનિસ્તાનમાં મોત થઇ ગયુ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સુત્રોના અહેવાલ મુજબ અરબ ન્યુઝ એ જવાહિરીની મોતનો દાવો કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યુ છે કે જવાહિરીનુુ મોત અસ્થમાના કારણે થયેલ છે. અને તેને અંતિમ સમયે સારવાર ન મળી શકી. જવાહિરીથી પહેલા આ ખુંખાર આતંકી સંગઠનની જવાબદારી ઓસામાબીન લાદેનના ખંભે હતી.સોશ્યલ મિડિયા પર કેટલાક સમયથી મોતની જાણકારી બતાવવામાં આવી રહી હતી. જવાહિરી છેલ્લે વર્ષ 9/11ની વરસી પર એક વિડીયોમાં સંદેશ આપતો જોવા મળ્યો હતો. પત્રકારમાં ન્યુઝ ટાઇમ્સના બેસ્ટ સેલર હસન એ પણ ટવીટ કરી જાણકારી આપી. હસનનો દાવો છે કે જવાહિરીની મોત અંદાજે એક મહિના પહેલા જ થઇ ચુકી છે. ત્યા અમેરિકી નીગરાની સંસ્થા સાઇટના અલકાયદા પોતાના નેતાઓના મોતના સમાચાર કયારેય જાહેર નથી કરતા. જવાહિરીની મોત અફઘાનિસ્તાનના ગજનીમાં થયુ હતુ. અફઘાનિસ્તાનની સીમવાળા વિસ્તારના પાકિસ્તાની સુરક્ષા અધિકારીએ પણ આ વાતની પુષ્ટી કરી. અંતિમ સંસ્કારમાં પણ ખુબ ઓછા લોકો આવ્યા હતા.


Related News

Loading...
Advertisement