જામનગરથી અમદાવાદ તરફની 20 રૂટોની બસો કેન્સલ કરાઇ

21 November 2020 03:30 PM
Jamnagar
  • જામનગરથી અમદાવાદ તરફની 20 રૂટોની બસો કેન્સલ કરાઇ

જામનગર તા.21:
દિવાળીના તહેવારો પછી અમદાવાદમાં કોરોનાના કેસો વધવાને ગંભીરતાને ધ્યાને લઇ અમદાવાદમાં રાતના 9 વાગ્યાથી કર્ફયુ જાહેર કરાયો છે. જેને લઇને જામનગર એસ.ટી.ડિવિઝનની એસ.ટી.બસો રદ કરાઇ છે. જેમાં જામનગર ડિવિઝનની એસ.ટી.બસોની 24 ટ્રીપો બંધ કરાયાનું એસ.ટી.ડિવિઝનના અધિકારી ડાંગરે જણાવ્યું હતું. જામનગરના એસ.ટી.ડિવિઝન દ્વારા અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિને લઇને સોમવાર સુધી રાતના 9થી 6 સુધી સંપૂર્ણ કર્ફયુ જાહેર કરાયો છે. જેને લઇને જામનગરથી અમદાવાદ તરફ જતી 24 એસટીની ટ્રીપો કેન્સલ કરાયાનું જાહેર કરાયું છે. જેમાં જામનગર એસ.ટી.ડિવિઝનના દ્વારકા ડેપોના 6 રૂટો, જામનગર ડેપોના 8 રૂટો, ખંભાળિયા ડેપોના 4 રૂટો જયારે ધ્રોલ ડેપોના 2 રૂટો મળીને કુલ 20 રૂટો બંધ કરાયાનું જાહેર કરાયું છે. આમ જામનગર એસ.ટી.ડિવિઝનની એસ.ટી.ની બસો સોમવાર સુધી અમદાવાદની કેન્સલ કરાયાની માહિતી મળી રહી છે.


Loading...
Advertisement