જો બાઈડને ભારતીય અમેરિકી માલા અડિગાને ટીમમાં ખાસ સ્થાન આપ્યું

21 November 2020 03:28 PM
World
  • જો બાઈડને ભારતીય અમેરિકી માલા અડિગાને ટીમમાં ખાસ સ્થાન આપ્યું

વોશિંગ્ટન,તા. 21
જો બાઈડનએ વધુ એક ભારતીય અમેરિકીને પોતાની ટીમમાં ખાસ સ્થાન આપ્યું. તેઓએ પોતાની પત્ની માટે ભારતીય-અમેરિકી માલા અડિગાને નીતિ નિર્દેશક તરીકે નિયુક્ત કરેલ છે. વર્ષ 2008માં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના અભિયાનમાં પણ અડિગા કામ કરી ચૂકી છે.અડિગાએ મુસના એક વરિષ્ઠ સલાહકાર અને બિડેન કમલા હેરિસ અભિયાનના વરિષ્ઠ નીતિ સલાહકારના રુપમાં કામ કર્યું છે. આ પહેલા અડિગા બાઈડન ફાઉન્ડેશનમાં ઉચ્ચ શિક્ષા અને સૈન્ય પરિવારો માટે નિર્દેશક હતા. તેમજ ઓબામા પ્રશાસન દરમ્યાન શૈક્ષણીક અને સાંસ્કૃતિક કેસોના બ્યુરોમાં સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે. સાથે જ તેઓએ વૈશ્ર્વિક મહિલાથી જોડાયેલ કાર્યાલયના સ્ટાફના પ્રમુખ અને રાજદૂતના વરિષ્ઠ સલાહકારના રુપમાં કાર્ય કર્યું છે. અડિગાએ ગ્રિનલ કોલેજ, યુનિવર્સિટી ઓફ મીનેસોટા સ્કુલ ઓફ પબ્લીક હેલ્થ અને શિકાગો લો સ્કૂલમાંથી શિક્ષા મેળવી છે અને તે વકીલ પણ છે.


Related News

Loading...
Advertisement