લીંબડી વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોનું પુનર્ગઠન કરાશે

21 November 2020 01:48 PM
Surendaranagar
  • લીંબડી વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોનું પુનર્ગઠન કરાશે

મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત

વઢવાણ તા.21
સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીની સૂચના અન્વયે પેટા ચૂંટણી - 2020 હેઠળના 61 -લીંબડી વિધાનસભા મતદાર વિભાગના 1 જાન્યુઆરી, 2021 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરાવાનું થાય છે.જે અન્વયે મતદાન મથકદીઠ મતદારોની સંખ્યા નિયમોનુસાર 1500 થી વધારે હોય અથવા નવી વસાહતો ઉભી થવાથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ - 2021 દરમિયાન મતદારો વધવાની શક્યતા હોય તો નવા મતદાન મથકની રચના કરવા બાબતે ચૂંટણીપંચની સૂચના ધ્યાને લઈ નવા મતદાન મથકની રચના કરવા બાબતે 61 - લીંબડીના મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેક્ટરશ્રીએ મતદાન મથકોની પ્રાથમિક સુધારા દરખાસ્ત તૈયાર કરી નવી સુધારેલ મતદાર મથકોની યાદી નિયત કરેલ જાહેર સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાને નોંધ લેવા અને તેની સામે વાંધા સુચનો હોય સક્ષમ અધિકારી પાસે રજૂ કરવા વધુમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરની એક યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના વધી રહેલ કેસોના કારણે તારીખ 21-11-2020 ના રોજ 11:30 કલાકે યોજાનાર જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકુફ રાખવામાં આવેલ છે.


Loading...
Advertisement