સોમનાથ મંદિરને સાત દિવસમાં રૂા.પપ.74 લાખની આવક નોંધાઇ

21 November 2020 12:58 PM
Veraval
  • સોમનાથ મંદિરને સાત દિવસમાં રૂા.પપ.74 લાખની આવક નોંધાઇ


વેરાવળ તા.21
પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ને દિવાળીના દિવસોમાં રૂા.પપ,74,080 ની આવક થયેલ છે. વૈશ્વિક કોરોના મહામારી કારણે ગત વર્ષે કરતા રૂા.37 લાખની આવકમાં ઘટાડો થયેલ છે. ભારતના બાર જયોતિર્લિંગો પૈકી પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર દિવાળીના તહેવારોની રજાઓમાં ભાવિકો-યાત્રીકો અને પ્રવાસીઓની ચહલપહલથી છલાકાયેલ હતું અને સોમનાથ ટ્રસ્ટને દિવાળીના તા.13 થી તા.19 નવેમ્બર દરમ્યાન અંદાજે દોઢેક લાખ ભાવિકોએ દુર સુંદર થી આવી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. આ દિવસો દરમ્યાન ટ્રસ્ટને રૂા.પંચાવન લાખ ચુમોતેર હજાર એંસી ની આવક ફક્ત સાત દિવસમાં થયેલ જેમાં ગોલખબોક્ષમાં રૂા.8,14,358, પુજા વિધી રૂા.7,84,847, પ્રસાદીના રૂા.17,84,475, અન્ય વિવિધ વસ્તુઓ રૂા.1,97,389, પાર્કિંગના રૂા.8,000, અતિથિગૃહની રૂા.14,65,011 ની આવક મળી કુલ આવક 55,74,080 ની આવક થયેલ છે જે આ વર્ષે કોરોના મહામારીના કારણે આર્થિક તંત્રને અસરકારતા રહી છે. ગત વર્ષ 2019 માં દિવાળીના તહેવારોમાં મંદિરને રૂા.93 લાખ 20 હજારની આવક થયેલ હતી.


Loading...
Advertisement