માંગરોળના સેરીયાજ જંગલમાં આગ ભભૂકી

21 November 2020 12:58 PM
Junagadh
  • માંગરોળના સેરીયાજ જંગલમાં આગ ભભૂકી

ફોરેસ્ટ કર્મીઓએ અઢી કલાકની જહેમત બાદ આગ બુઝાવી

જુનાગઢ, તા. ર1
માંગરોળ મરીન નીચેના સેરીયાજ જંગલમાં આગ ભભુકી ઉઠતા પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ અંગે માંગરોળ મરીન પોલીસમાં બીડગાર્ડ ઉપરાંત ઇન્ચાર્જ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા હરદાસભાઇ લખમણભાઇ ભરડાએ ફરીયાદ નોંધાવ્યા મુજબ ગઇકાલે બપોરના સમયે સેરીયાજથી બે કિ.મી. દુર શેરીયાઝ બારા રોડ પરના વિશાલ જંગલમાં અકસ્માતે કોઇ કારણોસર આગ લાગી હતી જેની જાણ થતાં ઇન્ચાર્જ ફોરેસ્ટ હરદાસભાઇ ભરડા શીલ ફોરેસ્ટ માંગરોળ ફોરેસ્ટના ર0થી વધુ સ્ટાફે પાણીનો મારો ચલાવી ટેન્કરો અને માંગરોળ કેશોદથી ફાયર બોલાવી અઢી કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઇ લીધી હોવાનું જાણવા મળેલ છે સેરીયાજ બારા રોડ પરના પીરબાવાની દરગાહ પાસે ખોળાદાના નામે જંગલ ઓળખાય છે. ઝાડી-જાખળા ખળ બળીને ખાખ થઇ જવા પામેલ માંગરોળ મરીન પીએસઆઇ સોલંકી ઘટના સ્થળે દોડી ગયા હતા.


Loading...
Advertisement