વેરાવળમાં સુવિધાસભર ખાણીપીણી બજાર શરૂ કરવાના કામનું ખાતુમુર્હુત કરતા સંસદ સભ્ય

21 November 2020 12:56 PM
Veraval
  • વેરાવળમાં સુવિધાસભર ખાણીપીણી બજાર શરૂ કરવાના કામનું ખાતુમુર્હુત કરતા સંસદ સભ્ય

શહેરીજનો-બહારગામના આવતા શ્રઘ્ધાળુઓને વધુ સુવિધા મળશે

વેરાવળ તા.ર1
રાજયમાં પ્રખ્યાહત એવી અમદાવાદની માણેકચોકની રાત્રી ખાણીપીણી બજાર જેવી જ વેરાવળ શહેરની મઘ્યમમાં પ્રકાશ કોમ્પઅલેક્ષમાં પાણીની ટાંકી તરીકે ઓળખાતી વિશાળ જગ્યાીમાં સવા કરોડના ખર્ચે આઘુનીક સુવિઘાસભર રાત્રી ખાણીપીણી બજાર બનાવવાની નગરપાલીકાએ જાહેરાત કરેલ તે કામનું સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ડાયરેકટર ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લાલ ભાજપ પ્રમુખ માનસીંહભાઇ પરમાર, નગરપાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેંસલા, શહેર પ્રમુખ દેવાભાઇ ઘારેચા સહીતના હસ્તે ખાતમુર્હત કરવામાં આવેલ હતું.


આ તકે ઉદબોઘનમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ઝવેરીભાઇ ઠકરારે જણાવેલ કે, શહેરોને આઘુનીક સુવિઘા સભર બનાવવાના ભાગરૂપે સૌરાષ્ટ્રામાં પ્રથમ વેરાવળ શહેરમાં રાત્રી ખાણીપીણી બજાર બનાવવા માટે રાજય સરકારે રૂા.1.1પ કરોડની ગ્રાંટ ફાળવી મંજુરી આપી છે. આગામી દિવસોમાં વેરાવળમાં રૂા.17 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચોપાટીનું પણ લોકાપર્ણ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ઉપરાંત શહેરની મઘ્યેી પ્રવિણ પાઉંભાજીવાળી ગલીનો રોડ પહોળો કરી નવો વિકાસ માર્ગ બનાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ રસ્તોી પહોળો થયા બાદ બજારની ટ્રાફીક સમસ્યાો હલ થવાની સાથે શહેરીજનોને ચોપાટીને જોડતા નવા માર્ગનો વિકલ્પથ મળશે અને આગામી દિવસોમાં જોડીયા શહેરને આઘુનીક સુવિઘા પુરી પાડવા હેતુસર ઓડીટોરીયમ બનાવવા જેવા અનેક વિકાસકામો વિચારણા હેઠળ છે. ભાજપ સરકારના શાસનમાં વેરાવળનો આઘુનીક વિકાસ કરવા અમો કટીબઘ્ઘ છે.

બજાર વિશે માહિતી આપતા પ્રમુખ મંજુલાબેન સુયાણી તથા ચીફ ઓફીસર જતીનભાઇ મહેતાએ જણાવેલ કે, અમદાવાદ ની પ્રખ્યાુત માણેકચોકની રાત્રી ખાણીપીણી બજાર જેવી જ શહેરની મઘ્યત પાણીની ટાંકી તરીકે ઓળખાતી પાંચ હજાર ચો.મી. ની જગ્યાીમાં રૂા.1.1પ કરોડના ખર્ચે આગામી છએક માસમાં રાત્રી ખાણીપીણી બજાર બનશે. બજારની ચૌતરફ બ્રાઉન્ડીક ફરતે 60 જેટલી કેબીનો રાખી શકાય એટલા ઓટલા બનાવાશે. બજારની મઘ્યહમાં પ00 થી 700 લોકો એકીસાથે બેસી શકે તેટલી જગ્યાલ ખુલ્લીન રહેશે જેમાં કેબીનઘારકો ટેબલ-ખુરશી મુકી શકશે અને બંન્નેત સાઇડ પ્રવેશદ્રાર બનશે. બજારમાં ફુવારા સાથે હાઇમાસ્ટ્ લાઇટીંગ ટાવર સાથે ફરતે લાઇટીંગની સુવિઘા રહેશે. બજારમાં જાહેર પાણીનું પરબ, શૌચાલયની તથા તમામ કેબીનઘારકો માટે વોસ બેસીનની સુવિઘા રહેશે. બજારમાં ગંદકી ન ફેલાય તે માટે કચરો એકઠો કરવા ગાર્બેજ કલેકશનનો પોઇન્ટ બનાવવામાં આવશે.


અત્રે નોંઘનીય છે કે, વેરાવળ શહેરની મઘ્ય તૈયાર થનાર રાત્રી ખાણીપીણી બજારની જાહેરાતને શહેરીજનો આવકારી રહયા છે. ખાણીપીણી બજારને રાત્રીના મોડે સુઘી ચાલુ રાખવા દેવા લાગણી વ્યનકત કરી રહયા છે. આ કાર્યક્રમમાં અગ્રણી પ્રવિણભાઇ રૂપારેલીયા, મુકેશભાઇ ચોલેરા, રમેશભાઇ ભટ્ટ, ભરતભાઇ ચોલેરા, રાજુભાઇ સુયાણી, બાદલભાઇ હુંબલ, કપીલભાઇ મહેતા સહિતના કાર્યકરો હાજર રહયા હતા.


Loading...
Advertisement