ગોંડલ નજીક પોલીસની બોલેરો જીપ ટ્રક પાછળ ઘૂસી જતાં નુકશાન

21 November 2020 12:54 PM
Gondal
  • ગોંડલ નજીક પોલીસની બોલેરો જીપ ટ્રક પાછળ ઘૂસી જતાં નુકશાન

ગોંડલ તા.21
દિનપ્રતિદિન અકસ્માત માટે જોખમી બની રહેલ ગોંડલ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડીએ રાજકોટ પોલીસની જીપ ટ્રક પાછળ ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડ માં ડ્રાઇવર તરીકે નોકરી બજાવતા ધર્મેન્દ્ર નરેન્દ્રદેવ પાંડે અને એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ ભાઈ મકવાણા રાજકોટ થી જુનાગઢ રેન્જ આઇ.જી.પી ની ઓફિસે બોલેરો જીપ જીજે 03 એજે 0112 લઈને જઈ રહ્યા હતા ત્યારે ગોંડલ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે જીજે 32ટી 2045 ના ચાલકે અચાનક બ્રેક મારતા બોલેરો જીપ પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ઉપરોક્ત બંને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા તેમને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી અકસ્માતમાં બોલેરો જીપ ને દોઢ લાખનું નુકસાન થવા પામ્યું હતું.


Loading...
Advertisement