ભાવનગરમાં માનસિક બિમારીથી કંટાળી ગયેલા યુવાને જાત જલાવી : મોત

21 November 2020 12:52 PM
Bhavnagar
  • ભાવનગરમાં માનસિક બિમારીથી કંટાળી ગયેલા યુવાને જાત જલાવી : મોત

દવા ચાલુ હતી પણ કારગત નિવડતી નહિ હોવાથી પેટ્રોલ છાંટી સળગી ગયો : અરેરાટી

ભાવનગર, તા. ર1
ભાવનગર શહેરમાં પેટ્રોલ છાંટી યુવાને આત્મહત્યા વહોરી લીધી હતી.મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં સિન્ધુનગર શેરી નં.1, રૂમ નં.1રપમાં રહેતા અમરભાઇ તેજુભાઇ પીંજાણી (ઉ.વ.40)એ તેના ઘરે જાતેથી શરીર ઉપર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આત્મહત્યા વહોરી લીધી હતી.મૃતક યુવાન અમરભાઇ છેલ્લા કેટલાક સમયથી માનસીક બીમારીથી પીડાતા હતા અને જેની દવા કારગત ન નીવડતા બીમારીથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.


ચીલઝડપ
ભાવનગર જીલ્લાના પાલીતાણામાં મુખ્ય બજારમાં ખરીદી કરવા ગયેલ મીતાબેન ધવલભાઇ પરમાર નામની મહિલાના ગળામાંથી સોનાનાં બે ગ્રામનાં ચેઇનની ચીલઝડપ કરી બાઇક ઉપર આવેલા બે શખ્સો નાસી છુટયા હતા. આ અંગે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement