મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે અન્નકૂટ દર્શન-ગોવર્ધન પૂજાનું આયોજન

21 November 2020 12:47 PM
Morbi Dharmik
  • મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે અન્નકૂટ દર્શન-ગોવર્ધન પૂજાનું આયોજન

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. ર1
મોરબીમાં આવેલ મહાપ્રભુજીની બેઠક ખાતે તા.ર3ના રોજ સોમવારને કારતક સુદ નોમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 7 વાગ્યાના દર્શન, સવારે 7.30 વાગ્યે મંગલા દર્શન, સવારે 9 વાગ્યે ગોવર્ધન પૂજા, સવારે 9.30 વાગ્યે શૃંગાર દર્શન, સવારના 7 થી 9 વાગ્યા દરમ્યાન ઝારી ચરણ સ્પર્શ, બપોરે 3થી સાંજના પ વાગ્યા સુધી અન્નકૂટ દર્શન રાખવામાં આવશે.આ અવસરે મહાપ્રભુજી બેઠકના મુખ્યાજી અતુલભાઇ ભટ્ટે સ્થાનિક અને બહારગામના વૈષ્ણવ સમાજના લોકોને આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement