હવે દરરોજ 8 નહીં, 12 કલાક કરવું પડશે કામ

21 November 2020 12:44 PM
India
  •  હવે દરરોજ 8 નહીં, 12 કલાક કરવું પડશે કામ

સળંગ પાંચ કલાક કામ કરાવ્યા બાદ કર્મીને અડધો કલાકનો વિશ્રામ ફરજિયાત: જો કે સપ્તાહમાં 48 કલાક જ કામ કરાવી શકાશે:શ્રમ મંત્રાલયે કામકાજના મહત્તમ કલાકોને 12 કરવાનો પ્રસ્તાવ કર્યો રજૂ: ભારે વિરોધ થવાની સંભાવના

નવીદિલ્હી, તા.21
કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એક દિવસમાં કામકાજના મહત્તમ કલાકોનો વધારીને 12 કલાકનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રોફેશ્નલ સુરક્ષા, સ્વાસ્થ્ય તેમજ કામ કરવાની સ્થિતિ (ઓએસએચ) કોડ-2020 હેઠળ તૈયાર નિયમોના ડ્રાફટમાં આ જોગવાઈ કરવામાં આવી છે જેમાં કામ દરમિયાન અપાયેલા બ્રેકને પણ કામકાજના કલાકમાંનો હિસ્સો ગણવામાં આવ્યો છે. ઓએસએચ કોડને પણ આ વર્ષે સંસદે મંજૂરી આપી હતી.
જો કે કામકાજના કલાકો વધારવાના પ્રસ્તાવ ઉપર આવનારા દિવસોમાં ભારે વિરોધ જોવા મળી શકે છે કે કેમ કે સંસદ તરફથી મંજૂર કરાયેલા આ ખરડામાં એક દિવસમાં કામકાજના મહત્તમ 8 કલાક નક્કી કરવામાં આવી હતી. આ વિરોધથી બચવા માટે શ્રમ મંત્રાલયે 19 નવેમ્બરે જારી કરેલા ડ્રાફય નિયમોના સરક્યુલરમાં મહત્તમ સાપ્તાહિક કામકાજની મર્યાદા 48 કલાક નક્કી કરી છે.

આ સ્થિતિમાં એક સપ્તાહિક રજાને બાદ કરતાં છ દિવસમાં મહત્તમ કામકાજના 8 કલાક પ્રતિદિન થવા જાય છે. આ નવો લેબર કોડ દેશમાં 13 કેન્દ્રીય શ્રમ કાયદાઓની જગ્યા લેશે.શ્રમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ વિસ્તારોમાં જળાવાયુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેના કારણે શ્રમિકોને ઓવરટાઈમ ભથ્થા દ્વારા વધારાની કમાણી કરવાની પણ પરવાનગી મળશે. તેમણષ કહ્યું કે અમે ડ્રાફય નિયમોમાં એ વાતની પર્યાપ્ત જોગવાઈ કરી છે જેનાથી 8 કલાકથી વધુ કામ માટે શ્રમિકોને ઓવરટાઈમ મળી શકે.ઓએચએસ કોડના ડ્રાફટ નિયમોમાં 15થી 30 મિનિટ વચ્ચેના વધારાના કામકાજને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઈમમાં સામેલ કરવાની જોગવાઈ કરાઈ છે. અત્યારના નિયમમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઈમને લાયક ગણવામાં આવતો નથી. ડ્રાફય નિયમોમાં કોઈ પણ કર્મચારી પાસે સળંગ પાંચ કલાકથી વધુ કામ કરાવવાની મનાઈ ફરમાવાઈ છે. કર્મચારીઓને દર પાંચ કલાક બાદ અડધો કલાકનો આરામ આપવાના નિર્દેશ પણ ડ્રાફટમાં સામેલ કરવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement