નગરોટામાં ઠાર મારેલા આતંકીઓના સામાનમાં મળ્યો પાકિસ્તાન ડિઝીટલ મોબાઇલ રેડિયો

21 November 2020 12:37 PM
India
  • નગરોટામાં ઠાર મારેલા આતંકીઓના સામાનમાં મળ્યો પાકિસ્તાન ડિઝીટલ મોબાઇલ રેડિયો

જમ્મુ કાશ્મીર, તા. ર1
જમ્મુ કાશ્મીર હાઇવે પર નગરોટામાં મારી નાંખવામાં આવેલ જૈશના આતંકી સતત પાકિસ્તાની હૈંડલના સંપર્કમાં હતા. સુત્રોથી મળતી જાણકારી અનુસાર તપાસ દરમ્યાન તેઓ પાસે એક ડિઝીટલ મોબાઇલ રેડિયો મળી આવ્યો પાકિસ્તાની કંપની તરફથી બનાવેલ આ મોબાઇલની તપાસ દરમ્યાન કેટલાક સંદેશા પણ મળ્યા.આ સંદેશા ઉપરથી એવું લાગતુ હતું કે બુધવારની રાતે અંદાજે બે કલાકે આંતકીઓએ આંતરરાષ્ટ્રીય સીમાથી ઘુસણખોરી કરી સંદેશામાં કહેવાયુ કે કયાં પહોંચ્યા છો, શું પરિસ્થિતિ છે, કોઇ તકલીફ તો નથી પડીને એક સંદેશો ર કલાકે લખાયો હતો. તેની ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આતંકીઓએ બે કલાકે ઘુસણખોરી કરી હતી. ડીઝીટલ મોબાઇલ ડેટાનું કનેકશન તપાસાશે. આ બાબતે સુરક્ષા એજન્સીઓ દ્વારા કંઇપણ નથી કહેવામાં આવ્યું.


Related News

Loading...
Advertisement