આતંકીઓને ભારતમાં તબાહી મચાવવાનો આદેશ મસૂદ અઝહરના ભાઈએ આપ્યો’તો

21 November 2020 12:35 PM
India
  • આતંકીઓને ભારતમાં તબાહી મચાવવાનો આદેશ મસૂદ અઝહરના ભાઈએ આપ્યો’તો

મુંબઈ હુમલાની વરસીને લોહિયાળ બનાવી નાખવાના ખૂંખાર ઈરાદા સાથે નીકળ્યા હોવાનો ધડાકો

નવીદિલ્હી, તા.21
ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના નગરોટા પાસે બાન ટોલ પ્લાઝા પર આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે જબરી અથડામણ થઈ હતી જેમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જો કે આ માત્ર અથડામણ જ નહોતી. આ એક ગુગપ્ત ઓપરશન હતું. સુરક્ષાદળોના જણાવ્યા મુજબ આતંકીઓનો ખૂંખાર ઈરાદો ભારતમાં મોટો હુમલો કરવાનો હતો અને તેનું કાવતરું સીમા પાર ઘડવામાં આવ્યું હતું. આ અંગે આતંકીઓ પાસેથી મળેલા જીપીએસ ડિવાઈસ અને મોબાઈલ ફોનની કરાયેલી તપાસથી માલૂમ પડે છે કે તેઓ પાકિસ્તાન સ્થિત આતંકી ગ્રુપ જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ કમાન્ડરો મુફ્તી રઉફ અસગર અને કારી જારના સંપર્કમાં હતા. આ લોકોનો હેતુ ભારતમાં આતંક મચાવવાનો હતો. મુફ્તિ અસગર જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહરનો નાનો ભાઈ છે.શંકાસ્પદ આતંકીઓના માર્યા ગયા બાદ વડાપ્રધાન મોદીએ એક મહત્ત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિતના અનેક અધિકારીઓ ઉપસ્થિત હતા. આ બેઠક બાદ વડાપ્રધાને ટવીટ કરીને પાકિસ્તાનને કડક સંદેશ પણ આપ્યો હતો. સૂત્રોની માનીએ તો ચારેય આતંકીઓ મુંબઈ હુમલાની વરસી પર મોટો હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આ બેઠક બાદ મોદીએ ટવીટ કર્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા ચાર આતંકીઓનું ઠાર થવું અને તેમની પાસે મોટી માત્રામાં હથિયારો તેમજ વિસ્ફોટકો મળી આવવા એ વાતના સંકેત આપે છે કે આ લોકો ભારતમાં તબાહી મચાવી નાખવાના હતા પરંતુ સાવધ ભારતીય જવાનોએ તેમના આ બદઈરાદા ઉપર પાણી ફેરવી દીધું છે.


Related News

Loading...
Advertisement