માસ્ક વિરોધી ટ્રમ્પનો પુત્ર પણ કોરોના સંક્રમિત

21 November 2020 12:32 PM
Top News World
  • માસ્ક વિરોધી ટ્રમ્પનો પુત્ર પણ કોરોના સંક્રમિત

અમેરિકામાં ખરાબ થતી જતી હાલત : બે સપ્તાહથી રોજ દોઢ લાખ નવા કેસ

ન્યુયોર્ક તા.21
દુનિયાભરમાં અત્યારસુધીમાં 5.78 કરોડથી વધુ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 4.03 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 13.76 લાખ લોકોનાં મોત થયાં છે. હવે 1.64 કરોડ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. અમેરિકામાં સ્થિતિ કેટલી હદે બગડી છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે 24 કલાકમાં અહીં 2015 લોકોનાં મોત થયાં હતાં.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ સારા સમાચાર નથી. તેમનો દીકરો પણ પોઝિટિવ નોંધાયો છે.


અમેરિકામાં સંક્રમિતોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આનાથી પણ વધુ હેરાન કરનારી વાત એ છે કે સંક્રમણથી મરનારની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. મે મહિના પછી એક દિવસમાં થયેલાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. જોન હોપક્ધિસ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે અમેરિકાના જ અમુક જાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે જો હાલ પણ સ્વતંત્રતાના નામે કડક પગલાં લેવાનું ટાળતા રહીશું તો હોસ્પિટલમાં જગ્યા પણ નહીં વધે.24 કલાક દરમિયાન અમેરિકામાં સંક્રમિતો આંકડો 1 લાખ 87 હજાર વધી ગયો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા એક કરોડ 22 લાખથી વધુ થઈ ચૂકી છે. 2 લાખ 60 હજાર સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે.

અમેરિકામાં જાન્યુઆરીમાં પહેલો કેસ નોંધાયો હતો. બે સપ્તાહમાં દરરોજ આ આંકડો સરેરાશ 1.5 લાખની ગતિએ વધી રહ્યો છે.ન્યૂયોર્કમાં લોકડાઉનની ચર્ચા છે. જોકે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એનો વિરોધ કરી રહ્યું છે.રાષ્ટ્રપતિ ચૂંટણી હારી ચૂકેલા પણ ખુરશી ન છોડવાની જીદે ચડેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા પછી દીકરો ટ્રમ્પ જુનિયર પણ પોઝિટિવ થયો છે. ધ ગાર્ડિયને આ સમાચાર આપ્યા છે. ટ્રમ્પના સ્પોક્સમેને તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના દીકરાએ આ સપ્તાહની શરૂઆતમાં ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો હતો. જોકે તેમાં કોઈ લક્ષણ જોવા મળ્યાં નથી.
ગત મહિને રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની સાથે જ સૌથી નાનો દીકરો પોઝિટિવ થયા હતા.

ત્યારે ઈલેક્શન કેમ્પનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો હતો. ટ્રમ્પ ત્રણ દિવસમાં રેલીઓ કરવા માંડ્યા હતા.અમેરિકામાં સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે સીડીસીએ દેશના નાગરિકોને અપીલમાં કહ્યું હતું કે તે થેક્સગિવિંગ ડે પર મુસાફરી કરવાનું ટાળે. સીડીસીના ડાયરેક્ટર ડોક્ટર હેનરી વેકે કહ્યું હતું કે આપણે જેટલી વધુ મુસાફરી કરીશું, મહામારીનું જોખમ એટલું જ ઝડપથી ફેલાતું જશે અને આ બધા માટે જોખમી છે. તેમ છતાં જો તમે યાત્રા કરવા જ માગો છો તો દરેક ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. રજાઓ માણવી બધાને ગમે છે, પણ અમુક જોખમને નજરઅંદાજ ન કરી શકાય. માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાતે સીડીસી અમુક નવી ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે.


Related News

Loading...
Advertisement