મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં યુવાન પર ત્રણ શખ્સોનો હૂમલો

21 November 2020 12:29 PM
Morbi Crime
  • મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં
યુવાન પર ત્રણ શખ્સોનો હૂમલો

કાંતિનગરમાં મજુરી કામ કરતા શ્રમિકનું અકાળે મોતથી અરેરાટી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.21
મોરબીની મચ્છીપીઠ પાસે આવેલ આસ્વાદ પાન નજીક રાત્રીના ફોન કરીને યુવાનને બોલાવ્યા બાદ ત્રણ લોકોએ તેના ઉપર ધોકા વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં ચેનલ ઓપરેટીંગનું કામકાજ કરતો અને ઇદ મસ્જીદ રોડ ઉપર ઘાંચી શેરી નંબર સાતમાં રહેતા સાજીદ ગનીભાઈ પીલુડીયા પિંજારા નામના 45 વર્ષના યુવાનને ફોન કરીને આસ્વાદ પાસે વાળંદની દુકાને બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં તેને સબીરભાઈ રજાકભાઈ પીલુડીયા તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમોએ ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે કયા કારણોસર ઉપરોકત બનાવ બન્યો તે પોલીસ સૂત્રો પાસેથી જાણી શકાયું નથી બનાવની હાલમાં એચ.એમ.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.


યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો અને મૂળ ઉત્તરપ્રદેશનો ચંદ્રભાણસિંહ રામાયણસિંહ સ્થથવા જાતે રાજપૂત નામનો 42 વર્ષનો યુવાન ગુરૂકૃપા બોટલથી માળીયા ફાટક વચ્ચે સર્વિસ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે અચાનક ચાલુ બાઇકે હાર્ટએટેક આવી જતાં તે બાઇકમાંથી નીચે પડી ગયો હતો અને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવા હતા ત્યાં તેને મૃત જાહેર કરી બી ડિવિઝન પોલીસને જાણ કરાતા ફિરોજભાઈ સુમરાએ તપાસ શરૂ કરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતો બ્રિજેશ દેવજીભાઈ પરમાર નામનો પંદર વર્ષનો સગીર બાઇક લઇને ગુરૂકૃપા હોટેલ ખાતે પાર્સલ લેવા ગયો હતો અને પાર્સલ લઈને ઘરે જતા સમયે તેના બાઇકને કોઈ કાર ચાલકે હડફેટે લેતાં સર્જાયેલ અકસ્માતમાં બ્રિજેશ પરમારને ઈજા થતાં આયુસ હોસ્પિટલમાં ખસેડાયો હતો.


ફીનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા રજીયાબેન સલીમભાઈ ભટ્ટી નામની મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતાં તેણીને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપીને વધુ સારવાર માટે મંગલમ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલી ઉમા ટાઉનશીપમાં રહેતા રંજનબેન જગજીવનભાઈ સોલંકી નામની 34 વર્ષીય મહિલાએ પાણીવાળા ગ્લાસમાં ભૂલથી ફિનાઈલ પી લેતાં તેણીને પણ સારવારમાં આયુષ હોસ્પિટલ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.


Related News

Loading...
Advertisement