કફર્યુના કારણે સરકારના આદેશ અનુસાર નિર્ણય

21 November 2020 12:08 PM
Ahmedabad Gujarat
  • કફર્યુના કારણે સરકારના આદેશ અનુસાર નિર્ણય

જીટીયુ પીએચ.ડી.ની એન્ટ્રન્સ ટેસ્ટ મોકુફ:લેવાયો, 1500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા

અમદાવાદ, તા. 21
કોરોના કેસ વધતા અમદાવાદમાં કફર્યુ લાદી લેવામાં આવ્યો છે. જેને ધ્યાને લઇ સરકારના આદેશ અનુસાર ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના તમામ વિભાગો અને સેન્ટર્સ પણ બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રર નવેમ્બર રવિવારના રોજ લેવાનાર જીટીયુ પીએચ.ડી.ની એન્ટ્રન્સ ટેસ્ટ પણ મોકુફ રાખવામાં આવી છે. પરીક્ષાની આગામી તારીખ હવે પછી જીટીયુની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તેમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીન શેઠે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ જીટીયુ દ્વારા લેવાયેલી ઓનલાઇન પરીક્ષાની તારીખો પણ સંજોગોને આધીન વારંવાર બદલવી પડી હતી ત્યારે દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા સરકારે એકાએક 57 કલાકનું લોકડાઉન લાદી દીધુ છે જેના કારણે આ ટેસ્ટ પણ મોકુફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જીટીયુની વિવિધ શાખા 22 શાખાના 1500થી વધુ વિદ્યાર્થીઓ ટેસ્ટ આપવાના હતા.


Related News

Loading...
Advertisement