ડર કે આગે મેચ હૈ: ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે, ટી-20 શ્રેણીની ટિકિટ 30 મિનિટમાં વેચાઈ ગઈ

21 November 2020 12:02 PM
Sports
  • ડર કે આગે મેચ હૈ: ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે, ટી-20 શ્રેણીની ટિકિટ 30 મિનિટમાં વેચાઈ ગઈ

બન્ને શ્રેણીમાં સ્ટેડિયમની ક્ષમતા પ્રમાણે દર્શકોને એન્ટ્રી અપાશે: ટેસ્ટ શ્રેણીમાં 50 ટકા દર્શકોને આવવાની છૂટ

નવીદિલ્હી, તા.21
ભલે દુનિયાભરમાં કોરોના વાયરસનો ડર ફેલાયેલો હોય આમ છતાં ક્રિકેટરસિકોનો ઝનૂન સાતમા આસમાન પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ પછી ત્રણ ટી-20 મેચની શ્રેણી પણ રમાવાની છે. આ શ્રેણી માટે 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ અડધોે કલાકમાં વન-ડે અને ટી-20 શ્રેણીની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી.ગઈકાલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શ્રેણીના 2 વન-ડે અને 3 ટી-20 મેચ માટે ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું અને 30 મિનિટમાં તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી. જો કે પહેલાં વન-ડે માટે હજુ પણ 1900 સીટ બચેલી છે. જો કે આગલા બે વન-ડે અને ત્રણ ટી-20 મેચ માટે સ્ટેડિયમ હાઉસફૂલ થઈ ચૂક્યું છે.


ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે અને ટી-20 શ્રેણી બાદ 4 ટેસ્ટ મેચની શ્રેણી પણ રમાશે જેનો પ્રારંભ 17 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મુકાબલો ડે-નાઈટ હશે અને તેમાં સરકારે 50 ટકા દર્શકોને મેચ જોવાની મંજૂરી આપી છે. એડિલેડ સ્ટેડિયમની ક્ષમતા 54 હજાર દર્શકોની છે મતલબ કે 27 હજાર દર્શકોને પહેલા ટેસ્ટ મેચમાં એન્ટ્રી અપાશે. બીજી બાજુ નાતાલના સપ્તાહમાં રમાનારા બોક્સિગં ડે ટેસ્ટમાં પણ 25 હજાર દર્શકોને એન્ટ્રી આપવાની પરવાનગી અપાઈ છે. જો કે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા એક લાખ છે. ચાહકોની સુરક્ષિત એન્ટ્રી માટે વિક્ટોરિયા સરકાર અને મેલબર્ન ક્રિકેટ ક્લબ મળીને કોરોના સુરક્ષા પ્લાન તૈયાર કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement