સતત બીજા દિવસે 16 પૈસા પેટ્રોલ ર3 પૈસા ડીઝલ મોંઘુ

21 November 2020 12:00 PM
Rajkot Gujarat India Top News
  • સતત બીજા દિવસે 16 પૈસા પેટ્રોલ ર3 પૈસા ડીઝલ મોંઘુ

પ0 દિવસની સ્થિરતા બાદ ઇંધણમાં ભાવ વધારાનો દૌર શરૂ : મોંઘવારી-બેરોજગારીમાં લોકોના આર્થિક બોજમાં વધારો

રાજકોટ તા. ર1
કોરોના વાઇરસ સંક્રમણ સાથે વૈશ્ર્વિક બજારમાં ક્રુડ બેરલોની કિંમતમાં ઘટાડો થતા દેશભરમાં પ0 દિવસો સુધી સ્થિરતા રહયા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી સરકાર અને ઓઇલ કંપનીઓએ ભાવ વધારાનો બોજ નાખ્યો છે. ગઇકાલે 18 પૈસા પેટ્રોલ અને રપ પૈસા ડીઝલમાં વધારા બાદ આજે બીજા દિવસે 1પ થી 17 પૈસા પેટ્રોલ અને ર0 થી ર3 પૈસા ડીઝલ મોંઘુ થયુ છે.પેટ્રોલ-ડીઝલની કિંમતોના રોજિંદા ભાવ ફેરમાં આજે રાજકોટ શહેરમાં 16 પૈસાના વધારા સાથે રૂ.78.60 પેટ્રોલ અને ર3 પૈસાના વધારા સાથે રૂ.76.09 ડીઝલ વેચાણમાં છે.


ગુજરાત ઉપરાંત દિલ્હી, કોલકતા, મુંબઇ, ચેન્નઇમાં આજે 1પ થી 17 પૈસા પેટ્રોલ અને ર0 થી ર3 પૈસા ડીઝલ મોંઘુ થયુ છે. દિલ્હી રૂ.70.88 ડીઝલ, રૂ.81.38 પેટ્રોલ, કલકતા રૂ.74.4પ ડીઝલ રૂ.8ર.9પ પેટ્રોેલ, મુંબઇ રૂ.77.34 ડીઝલ રૂ.88.09 પેટ્રોલ પ્રતિ લીટર વેચાણમાં છે.કોરોના વાઇરસના પગલે હાલ બેરોજગારી, મોંઘવારીના સમયમાં સરકાર અને ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઝીંકી આમ જનતા માથે આર્થિક બોજમાં નાખ્યો છે.


Related News

Loading...
Advertisement