હૃદયના ઝડપી ધબકારાનું ડિપ્રેશન સાથે કનેકશન !

21 November 2020 11:54 AM
Health
  • હૃદયના ઝડપી ધબકારાનું ડિપ્રેશન સાથે કનેકશન !

જર્મનની ગોથે યુનિ.ની શોધમાં થયો ખુલાસો

બર્લિન તા. ર1 : શું તમારા હૃદયના ધબકારા દરેક સમયે તેજ રહે છે ? શું દિવસ રાત તમને બેચેનીનો અનુભવ થાય છે ? જો હા હોય તો ડિપ્રેશનના સંકેત હોય શકે છે. વૈજ્ઞાનિકોએ દર્દીઓ ડિપ્રેશનમાં હોવાની નવી તરકીબ શોધી લીધી છે. જો દર્દીના હૃદયના ધબકારા તેજ હોય અને રાતે પણ આવુ જ થાય છે તો તમે ડિપ્રેશનના શિકાર થઇ ગયા છો. આવા લોકોમાં હૃદયના ધબકારા 10 થી 1પ વાર પ્રતિ મિનિટ સુધી વધી જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે હૃદયના ધબકારા દિવસમાં વધુ થાય છે. જેમ જેમ રાત પડે છે તેમ ઘટી જાય છે.

પરંતુ ડિપ્રેશનથી જજુમતા લોકોમાં આ સામાન્ય લોકોની સરખામણીએ રાતે વધુ થતા હોય છે. શોધ કરનારી જર્મનીની ગોથે યુનિવર્સિટીએ તેને સમજવા માટે 3ર લોકો પર અભ્યાસ કર્યો. તેમાંથી 16 એવા લોકો હતા જે ડિપ્રેશનથી જજુમી રહયા હતા. અને તેનો હાર્ટ રેટ તપાસવામાં આવ્યો. આ ઉપરાંત 16 એવા લોકો પણ હતા જેનામા 4 દિવસ અને 3 રાતો સુધી ડિપ્રેશન ન જોવા મળ્યુ. ડિપ્રેશનના 90 ટકા કેસોમાં હાર્ટ રેટ વધેલો મળ્યો.યુરોપિયન કોલેજ ઓફ ન્યુરોસાયકો મુજબ હાર્ટ રેટથી એવા દર્દીઓ વિશે જાણકારી મળી જે ખુબ ડિપ્રેશનમાં છે. જો ડિપ્રેશનની શરૂઆતી સ્ટેજમાં ખબર પડી જાય તો તેનું નિદાન થઇ શકે છે. જો ડિપ્રેશનના કારણે હાર્ટ રેટ વધુ રહયુ છે તો તેનું હાર્ટ ફેલ પણ થઇ શકે છે.


Related News

Loading...
Advertisement