અમેરિકાના મોલમાં આડેધડ ગોળીબાર

21 November 2020 11:51 AM
Top News World
  • અમેરિકાના મોલમાં આડેધડ ગોળીબાર

આઠ ગ્રાહકો ઘાયલ : વવાતોસામાં પોલીસ ખડકાઈ : ભયનો માહોલ

ન્યૂયોર્ક,તા. 21
અમેરિકાના વિસ્કોનસીન રાજ્યના વવાતોસામાં મિલચૌકી પાસે એક મોલમાં ગોળીબાર કરવામાં આવ્યો છે જેમાં આઠ લોકોને ઘાયલ કરીને આરોપી સ્થળ પરથી ભાગી ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ મેકેયર મોલમાં થયેલા ફાયરીંગમાં શંકાસ્પદ આરોપીની ઓળખ મેળવવામાં આવી રહી છે.પોલીસ વડા બૈરીએ કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે કે આ ઘટનાને અંજામ આપનાર આરોપી 20 થી 30 વર્ષનો પુરુષ છે. ફાયરબ્રિગેડે સાત મોટેરા અને એક તરુણને હોસ્પિટલે પહોચાડ્યા છે. જો કે હજુ સુધી એ ખબર પડી નથી કે કોઇના મૃત્યુ થયા છે કે નહીં. મેયર ડેનીસે કહ્યું હતું કે, ઘટનાની જાણ થતાં 75 પોલીસ અધિકારીને મોલ પર મોકવવામાં આવ્યા છે. ઘાયલોની સ્થિતિ ગંભીર નથી અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.


સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ, એમ્બ્યુલન્સ, આધુનિક હથિયારો સાથેના જવાનો ખડકાઈ ગયા છે. મોલમાં હાજર એક વ્યક્તિએ કહ્યું હતું કે ફાયરીંગના અવાજ સાંભળીને ગ્રાહકોમાં ભયનો માહોલ ફેલા્ઈ ગયો હતો. મોલના સ્ટાફે ગ્રાહકોને તુરંત નીચે બેસી જવા અને સલામત ખુણામાં પહોંચવા કહ્યું હતું. એક રુમમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ને કર્મચારીઓ પૂરાઈ ગયા હતા. પોલીસ પહોંચ્યા બાદ જ તેઓ બહાર નીકળ્યા હતાં. તપાસકર્તા અધિકારીઓ પહોંચે તે પહેલા જ હુમલાખોર ફરાર થઇ ગયો હતો.


Related News

Loading...
Advertisement