મોરબી-અમદાવાદ વચ્ચેની એસટી બસો બે દિવસ બંધ

21 November 2020 11:32 AM
Morbi Travel
  • મોરબી-અમદાવાદ વચ્ચેની એસટી બસો બે દિવસ બંધ


(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.21
સરકાર દ્વારા અમદાવાદમા કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે જેથી કરીને હાલમાં જુદાજુદા જિલ્લાઓમાથી અમદાવાદ જતી બસોને બંધ કરવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લામાથી અમદાવાદ જતી એસટીની બસોને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે જેથી 30 જેટલા રૂટ બંધ થયા હોવાનું ડેપો મેનેજરે જણાવ્યુ છેરાજયમાં પેટા ચૂંટણી પૂર થઈ અને દિવાળીના તહેવારો પૂરો થતાની સાથે જ કોરોનાના કહેરનો બીજો તબબકો શરૂ થયો છે જેથી દરેક જીલ્લામાં કોરોનાના પોજીટીવ કેસની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે ખાસ કરીને અમદાવાદમા કોરોનાના કેસ વધુ આવ્યા હોવાથી અમદાવાદમાં સોમવાર સુધી રાત્રી કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે જુદાજુદા જિલ્લાઓમાથી અમદાવાદ આવતી અને જતી બસોને બંધ કરવામાં આવી છે ત્યારે મોરબીથી અમદાવાદ જતી એસટી બસો શનિ અને રવિવાર એમ બે દિવસ સુધી રદ કરવામાં આવી છે. મોરબી એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું છે કે, મોરબી એસટી ડેપોની 30 જેટલી બસો અમદાવાદ દરરોજ જાય છે. જો કે, અમદાવાદમાં કોરોના કેસ વધ્યા હોવાથી સોમવાર સુધી રાત્રી કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મોરબીથી અમદાવાદ જતી એસટી બસોને સ્થગિત કરી દેવામાં આવી છે.


Related News

Loading...
Advertisement