ઉના નજીક 48 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

21 November 2020 11:13 AM
Veraval Crime
  • ઉના નજીક 48 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ઉનાના દેલવાડા-નવાબંદર ચોકડી પાસે ધોધલા તરફથી આવતી બાઇકમાં દારૂનો જથ્થો લઇ આવતો હોવાની બાતમી આધારે પોલીસે રોકાવી તલાસી લેતા વિદેશી દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મહમદ હુસેન યુસુફભાઇ શેખ રહે. નાથળ વાળો પોતાની બાઇક નં.જીજે 32 એન 5365 માં ધોધલા તરફથી દારૂનો જથ્થો લઇ આવતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દેલવાડા-નવાબંદર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. અને બાઇકને રોકાવી તલાસી લીધી હતી. જેમાં બાઇકની આગળના ભાગે બે મોટા પ્લાસ્ટીકના ઝબલામાં વિદેશી દારૂની બોટલો નં.48 રૂ.19,200 તેમજ બાઇક સહીત મુદામાલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement