કચ્છ-વાગડ સમુદાયના ગચ્છાધિપતિ આ.ભ.પૂ. શ્રી કલાપ્રભસૂરીજી મ. કાળધર્મ પામ્યા : સમસ્ત જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી

21 November 2020 11:12 AM
kutch
  • કચ્છ-વાગડ સમુદાયના ગચ્છાધિપતિ આ.ભ.પૂ. શ્રી કલાપ્રભસૂરીજી
મ. કાળધર્મ પામ્યા : સમસ્ત જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી

રાજકોટ, તા. ર1
કચ્છ-વાગડના કર્ણધાર અધ્યાત્મયોગી પ.પૂ.આ.ભ. શ્રી કલાપૂર્ણસૂરીશ્ર્વરજી મ.ના શિષ્યરત્ન, મધુરભાષી, કચ્છ-વાગડ સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસૂરીજી મહારાજ (ઉ.વ.77, દીક્ષા પર્યાય 67 વર્ષ) નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા તા.ર0ના શુક્રવારે બપોરે 3.ર0 કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. ગચ્છાધિપતિ આ.શ્રી કલાપ્રભસૂરીજી મ.ની પાલખીયાત્રા આજે સવારે ‘જય જય નંદા, જય જય ભદ્રા’ના નાદ સાથે નીકળી હતી. અને તેમના અંતિમ સંસ્કાર શર્મા રીસોર્ટની સામે, પાવર સબ સ્ટેશનની બાજુમાં, ગળપાદર-અંજાર હાઇવે પર કરવામાં આવ્યા હતા. પૂજયશ્રીના કાળધર્મના સમાચારથી સમસ્ત જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ જવા પામી છે.


પૂજયશ્રીની તબિયત નાદુરસ્ત થતા ગાંધીધામ(કચ્છ)ની સ્ટર્લીંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તબીબી સારવાર કારગત ન નીવડતા ગઇકાલે પૂજયશ્રી કાળધર્મ પામ્યા.જીવન ઝરમરભારતભરના શ્વેતાબર જૈન સમાજના ત્રીજા નંબરના સહુથી મોટા એવા વાગડ સમુદાયના ગચ્છાધિપતિ 800થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના નાયક એવા મધુરભાષી, સહજ સ્વભાવી આ.શ્રી કલાપ્રભસૂરીજી મ.એ કાળધર્મને સ્વીકારી અનંતલોકે પ્રયાણ કર્યું.


મુળ મારવાડ ફલોદીના રત્ન અને કચ્છ વાગડના મહારત્ન એવા પૂ. શ્રી કલાપ્રભસૂરીજી મહારાજે 11 વર્ષની કિશોરવયે દીક્ષા ગ્રહણ કરી, ઉત્તમોતમ ચારિત્ર્ય ધર્મનું નિર્વહન કરીને જીવનને ઉજમાળ બનાવી ગયા.તેમણે પૂ. અધ્યાત્મયોગી શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીજી મ.ની પાટ પરંપરાને સંભાળી જ ના હતી પરંતુ દિપાવી હતી. તેમાં તેજસ્વીતાનો તેજ લીસોટો પાડયો હતો. ભુકંપ બાદ તહસનહસ થયેલા કચ્છ વાગડના ગામડે ગામડે ફરી અનેક જિનાલયો, ઉપાશ્રયો અને સામાજીક પ્રતિષ્ઠાનોને પુન: ઉભા કરવા અને નવા બનાવવામાં તેમનું મહાન પુણ્ય અને સહજતાથી સહુને સાથે રાખવાની સહજ શૈલી સદાય વંદનીય હતી. ભુકંપ પછીના ર0 વર્ષના ટુંકાગાળામાં શાસન પ્રભાવનાના આટલા ઉત્કૃષ્ઠ કાર્યો બહુ ઓછા મહાપૂજયોના હાથે થયા હશે. તેમાં પૂ. આ. શ્રી કલાપ્રભસૂરીજી મ. પ્રથમ પંકિતમાં હશે.


Loading...
Advertisement