વીરપુર જલારામ મંદિર આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય

21 November 2020 10:59 AM
Gondal
  • વીરપુર જલારામ મંદિર આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય

વીરપુર (જલારામ) તા.21
સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર માં પૂ.જલારામબાપા નું મંદીર સોમવાર થી દર્શનાર્થી ઓ માટે બંધ કરવામાં આવશે.
કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાના મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને બાપાના પરીવારજન એવા શ્રી ભરતભાઇ ચાંદ્રાણી દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે બની શકે તો વીરપુર આવ્યા વગર પોતપોતાની ઘરે જ પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતીની ઉજવણી કરી લેવી.અને તારીખ 23/11/20 સોમવારથી જલારામ મંદિર અને અન્નક્ષેત્ર બંને બંધ કરવાનો નિર્ણય પૂજ્ય ગાદીપતિ રઘુરામબાપા દ્વારા લેવામાં આવ્યો છે.


Loading...
Advertisement