સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી કોરોનાનો ફુંફાડો; 319 કેસ: 19 દર્દીનાં મોત

21 November 2020 10:56 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી કોરોનાનો ફુંફાડો; 319 કેસ: 19 દર્દીનાં મોત

ચૂંટણી પ્રચાર અને તહેવારોની ભીડ હવે ભારે પડી: કોરોના સંક્રમણમાં વધારો:રાજકોટમાં રાત્રી કર્ફયુ: 137 પોઝીટીવ કેસ સાથે રાજકોટ જિલ્લો હજુ મોખરે: જામનગર-42, જુનાગઢ-22, જામનગર-14, મોરબી-24, અમરેલી-21, સુરેન્દ્રનગર-19, ગીર સોમનાથ-11, દ્વારકા-6, બોટાદ-3, કચ્છ-20 સહિત 319 કેસ: 237 દર્દીઓ ડિસ્ચાર્જ: પોરબંદર જિલ્લામાં રાહત

રાજકોટ તા.21
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા સાથે સૌરાષ્ટ્રના રાજકોટમાં વકરતી કોરોનાની પરિસ્થિતિને પગલે રાત્રી કર્ફયુનો સરકારે નિર્રય લીધો છે. દિવાળી-નૂતન વર્ષના તહેવારો, ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ઠેર-ઠેર સ્થળોએ નીમેલી લોકોની ભીડના પગલે સૌરાષ્ટ્રમાં ફરી કોરોના સંક્રમણ વધતા કોરોનાની પકડ વધુ મજબૂત બની છે. ખાનગી-સરકારી કોવિડ હોસ્પીટલોમાં ફરી દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રનાં રાજકોટ, જામનગર, મોરબી, જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસોમાં વધારો નોંધાયો છે.


સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન પોઝીટીવ કેસોમાં વધારા સાથે ચિંતાજનક રીતે મૃત્યુદર વધી રહ્યો છે. રાજકોટ-8, જામનગર-6, સુરેન્દ્રનગર-5 સહિત 19 દર્દીઓના મોત નોંધાયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ 83 શહેર, 54 ગ્રામ્ય કુલ 137, જામનગર 20 શહેર 22, ગ્રામ્ય કુલ 42, જુનાગઢ 13 શહેર, 9 ગ્રામ્ય કુલ 22, જામનગર 9 શહેર 5 ગ્રામ્ય કુલ 14, મોરબી 24, અમરેલી 21, સુરેન્દ્રનગર 19, ગીર સોમનાથ 11, દ્વારકા 6, બોટાદ 3, કચ્છ 20 સહીત 319 પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં રાજકોટ 89, જામનગર 31, જુનાગઢ 22, ભાવનગર 10, મોરબી 14, અમરેલી 16, સુરેન્દ્રનગર 17, ગીર સોમનાથ 6, દ્વારકા 3, બોટાદ 5, પોરબંદર 2 અને કચ્છ 22 મળી કુલ 237 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 319 પોઝીટીવ કેસ સામે 237 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં ફરી કોરોના વિસ્ફોટ થતાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પીટલોમાં દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 137 પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. દિવાળી નવા વર્ષના તહેવારો પહેલા કોરોનાની પરિસ્થિતિ થોડી ઘણી કાબુ આવી હતી. પરંતુ ચૂંટણી અને તહેવારોમાં ઠેર-ઠેર સ્થળોએ જામેલી લોકોની ભીડના પગલે ફરી કોરોના સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 83 શહેર અને 54 ગ્રામ્ય સહીત 137 પોઝીટીવ કેસ સામે 89 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 8 દર્દીઓના મોત નોંધાયા છે. રાજકોટ શહેરનો આંક 10019 અને ગ્રામ્યનો 4791 સહીત કુલ આંક 14810 પર પહોંચ્યો છે. હાલ 665 શહેર અને 273 ગ્રામ્ય મળી કુલ 938 દર્દીઓ સારવાર હેઠળ છે.


મોરબી
મોરબી જિલ્લામાં વધુ 24 પોઝીટીવ કેસો નોંધાયા છે. મોરબી તાલુકામાં 16, વાંકાનેર 3, હળવદ 5 કેસ નોંધાયા છે. જિલ્લાનો કુલ આંક 2497 નોંધાયો છે.


જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં શહેરી વિસ્તારના 13 મળી કુલ 22 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. કેશોદ-માળીયા 3, માણાવદર 2, ભેસાણ 1 સહીત 22 કેસ સામે 22 દર્દીઓને રજા આપવામાં આવી છે.


સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ નવા 19 પોઝીટીવ કેસ નોંધાયા છે. પાંચ દર્દીઓના મોત નોંધાયા છે. 17 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા ભાણવડ તાલુકામાં બે-બે દર્દીઓ મળી કુલ ચાર નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ભાણવડનો એક દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. આ સાથે જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવની કુલ સંખ્યા 37 સુધી પહોંચી છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુ 14 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સખ્યા 5014 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 6 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 9 કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના સેઢાવદર ગામ પાસે 1, પાલીતાણા ખાતે 1, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે 1 તથા ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે 1 કેસ મળી કુલ 5 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.જયારે ભાવનગર મહાનગરપાલિકાના 10 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 11 કોરોના પોઝીટીવ દર્દી કોરોના મુક્ત થતા તેને હોસ્પીટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં નોંધાયેલા 5014 કેસ પૈકી હાલ 46 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ 4893 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 68 દર્દીઓનું અવસાન થયેલ છે.


Related News

Loading...
Advertisement