ધોરાજીની કોરોના સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર; પોઝીટીવ દર્દીઓ માટે રાહતરૂપ

21 November 2020 10:31 AM
Dhoraji
  • ધોરાજીની કોરોના સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર; પોઝીટીવ દર્દીઓ માટે રાહતરૂપ

નિષ્ણાંત તબીબોની રાઉન્ડ-ધ-કલોક સેવા; દૂધ-ઉકાળાનું વિતરણ

ભોલાભાઈ સોલંકી, સાગરભાઈ સોલંકી દ્વારા)
ધોરાજી તા.21
ધોરાજીમાં કોરોના કેસો વધતા કલેકટર તંત્ર દ્વારા શરૂ કરાયેલી કોરોના સરકારી હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી હોવાનું તબીબો દ્વારા જણાવાયું છે. દર્દીઓને દવા, દૂધ, ઉકાળા, શ્રેષ્ઠ ભોજન આપવામાં આવતું હોય રાહતરૂપ પુરવાર થયું છે. ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે આધુનીક કોરોના હોસ્પીટલનું નિર્માણ કરાયું છે જેમાં આધુનિક સારવાર એક નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા ઓકસીજન તેમજ આધુનિક સાધન સામગ્રી અને શુદ્ધ જમવાનું, દૂધ, ઉકાળો તેમજ દર્દીઓ માટે વિડીયો કોલીંગની સુવિધા સહીતની વિનામૂલ્યે સારવાર અપાઈ રહી છે.
રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી આ હોસ્પીટલમાં 222 દર્દીઓ સારવાર લઈને સાજા થયેલ છે અને દર્દીઓએ અને તેમના સ્વજનોએ ધોરાજીની સરકારી હોસ્પીટલમાં આવેલ કોરોના હોસ્પીટલની સેવાઓને બીરદાવી છે અને કહેલ કે કોરોના દર્દીઓ માટે ધોરાજીની કોરોના હોસ્પીટલ આશીર્વાદરૂપ છે. જેમાં 4 તાલુકા ધોરાજી, જેતપુર, ઉપલેટા અને જામકંડોરણા વિસ્તારના કોરોનાના દર્દીઓએ સારવારનો લાભ લીધો છે.આ તકે હોસ્પીટલના અધીક્ષક ડો. જયેશભાઈ વેસેટીયન, ડો. પુજીત વાછાણી, ડો. રાજ બેટા, ડો. અંકીત પરમાર સહીતની ટીમ સેવાઓ આપે છે અને અત્યાર સુધીમાં કોરોના સેમ્પલ કુલ 2944 લેવાયા છે.


Loading...
Advertisement