રાજુલા યાર્ડની ચૂંટણીમાં 43 ફોર્મ રજૂ થયા

21 November 2020 10:18 AM
Amreli
  • રાજુલા યાર્ડની ચૂંટણીમાં 43 ફોર્મ રજૂ થયા

16 ડિરેકટરોની બેઠકમાં 43 ઉમેદવારોએ ફોર્મ ભર્યા : 9મીએ ચૂંટણીમાં મતદાન

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.21
રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતાં જ માર્કેટિંગ યાર્ડમાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા જેમાં કુલ 43 ફોર્મ ભરવામાં આવેલ છે.જાણવા મળતી વિગત મુજબ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગમાં 10 વેપારી વિભાગમાં 4 જ્યારે ખરીદ વેચાણ સંઘમાં બે સભ્યો મળી કુલ 16 ડિરેક્ટરો ની ચૂંટણી થવાની છે. આગામી 23મી તારીખે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે 9મી ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે હવે માર્કેટિંગ યાર્ડ બિનહરીફ થાય છે કે કેમ તે આગામી 23મી ખબર પડશે. આ બાબતે હાલમાં માર્કેટિંગ યાર્ડ માં ભાજપ પ્રેરિત પેનલે પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે સામે કોંગ્રેસ પ્રેરિત પેનલે પણ પોતાના ઉમેદવારીપત્રો રજૂ કરેલ છેહવે જોઈએ આગામી સમયમાં આ ચૂંટણીમાં શું થાય છે.


Loading...
Advertisement