બાબરા પંથકની સીમમાં સિંહના આંટા ફેરા

21 November 2020 10:03 AM
Amreli
  • બાબરા પંથકની સીમમાં સિંહના આંટા ફેરા

લોનકોટડા ગામે સિંહ દર્શન : ગાય વાછરડાનું મારણ

(દીપક કનૈયા) બાબરા, તા. ર1
બાબરા તાલુકાના અલગ અલગ ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી સિંહ આટાફેરા મારી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલા જ બાબરા તાલુકાના થિજડીયા કોટડા ગામે સિંહે એક વાછડીનું મારણ કર્યું હતું
ત્યારબાદ તાલુકાના બળેલ પીપળીયા ગામે પણ રાત્રીના એક ગાય ઉપર સિંહે હુમલો કરતા ગાયનું મોત થયું હોવાની ચર્ચા થઇ રહી છે.ત્યારે બાબરા તાલુકાના નડાળા ગામે રાત્રીના ર થી 4 રહ્યા દરમ્યાન સિંહે એક બકરી અને એક વાછરડાનો શિકાર કર્યો છે.બાબરાના લોનકોટડા ગામે પણ સિંહે દર્શન દીધા હતા જે લોનકોટડાની ધાર ઉપર પસાર થતા વાહન ચાલકો દ્વારા પોતાના ફોનમાં કેદ કરી લીધા હતા માટે વહેલી તકે વન વિભાગ પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે.બાબરા પંથકમાં સિંહે દેખા દેતા તાલુકાના લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ શિયાળુ પાકની સિઝન ચાલુ છે તેવા સમયે સિંહે દેખા દેતા ખેડુતોમાં ડરનું મોજુ ફરી વળ્યું છે. ખેડુતો રાત્રીના સમયે પાણી વાળવા જતા પણ ડરી રહ્યા છે. તે માટે ખેડુતોની માંગ છે કે, વન વિભાગ તાત્કાલીક આ સિંહને પાંજરે પુરી લોકોને રાહત આપો.


Loading...
Advertisement