ભાવનગરમાં આજે કોરોનાના ૧૪ કેસો, ૧૧ દર્દીઓ સાજા થયા

20 November 2020 08:44 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના ૧૪ કેસો, ૧૧ દર્દીઓ સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૦૧૪ કેસો પૈકી ૪૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.૨૦
ભાવનગરમાં આજે ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૦૧૪ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૬ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, સેઢાવદરમાં ૧, પાલીતાણામાં ૧, તળાજાના ભદ્રાવળમાં ૧ તથા ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના ૧૦ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૧૧ દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૫,૦૧૪ કેસ પૈકી હાલ ૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪,૮૯૩ દર્દીઓને ડિસ્ચાર્જ થયા છે, અને ૬૮ દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement