કોંગ્રેસમાં ઐતિહાસિક ફેરફાર: નવા પક્ષપ્રમુખની પસંદગી ઓનલાઈન વોટિંગથી થશ

20 November 2020 07:32 PM
India Politics
  • કોંગ્રેસમાં ઐતિહાસિક ફેરફાર: નવા પક્ષપ્રમુખની પસંદગી ઓનલાઈન વોટિંગથી થશ

જો રાહુલ ગાંધીની સામે કોઈ ઉમેદવારી નોંધાવે તો જોવા મળશે મોટો ઉલટફેર: ચૂંટણીની તૈયારીઓ શરૂ

નવીદિલ્હી, તા.20
દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ પોતાના નવા પક્ષપ્રમુખને પસંદ કરવા માટે મોટું અને ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પોતાના નવા પ્રમુખ પસંદ કરવા માટે ઓનલાઈન મતદાન કરાવશે. આ માટે કોંગ્રેસના પ્રતિનિધિઓને ટૂંક સમયમાં જ ડિઝિટલ મતદાન કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. આ ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટીએ અંદાજે 1500 કોંગ્રેસીઓની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા પણ આરંભી દીધી છે. આ માટે તેણે કોંગ્રેસના તમામ એકોમો પાસેથી પ્રતિનિધિઓની તસવીરો મોકલવા માટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં નવા પક્ષપ્રમુખ તરીકે રાહુલ ગાંધીની વાપસી દેખાઈ રહી છે પરંતુ ઓનલાઈન વોટિંગ તેના રસ્તામાં અડચણ ઉભી કરી શકે છે. જો આવું થાય તો કોંગ્રેસમાં મોટો ઉલટફેર જોવા મળશે. જો રાહુલ ગાંધી બીજી વખત કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદ થાય છે તો તે એ વાતના સંકેત હશે કે તે પક્ષમાં નિર્વિવાદ નેતા છે અને સૌથી વધુ લોકપ્રિય પણ છે.
કોંગ્રેસના નવા પ્રમુખની ચૂંટણી માટે ઓનલાઈન મતદાને અનેક મોટા સવાલો પણ ઉભા કરી દીધા છે. સૌથી પહેલો સવાલ એ છે કે જો રાહુલ ગાંધીની ટક્કરમાં કોઈ મેદાનમાં ઉતરે છે તો શું થશે ? આવી સ્થિતિમાં કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટીએ સામાન્ય ચૂંટણીની જેમ સંપૂર્ણ સેટઅપ ઉભું કરવું પડશે. તેમાં મતદાન પ્રક્રિયાથી લઈને સ્થળ અને મતદાનની તારીખ સુધી નક્કી કરવાના રહેશે. ડિઝિટલ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા એક નેતાએ જણાવ્યું કે અમે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે અને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે બે રાજ્યોને બાદ કરતાં અમને દેશના અન્ય વિસ્તારોમાંથી પ્રતિનિધિઓની યાદી મળી ચૂકી છે. જ્યારે તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે પક્ષના વર્તમાન પ્રમુખને માહિતી આપી દેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પ્રતિનિધિઓની યાદીમાં એ જ નામ સામેલ છે જે 2017માં રાહુલ ગાંધીને કોંગ્રેસ પ્રમુખ બનાવતી વખતે હતા. આ યાદીને અપડેટ કરવાનું કામ સતત ચાલી રહ્યું છે. જાણકારી અનુસાર પ્રતિનિધિઓને જારી કરવામાં આવનારા આઈડી ર્કા પર બારકોડ હશે જેમાં મતદાતાની સંપૂર્ણ જાણકારી હશે. આ પગલું ચૂંટણીમાં ભૂલને ઓછું કરવાના હેતુથી ઉઠાવવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement