સાઉદી અરબે જમ્મુ કાશ્મીરના ખોટા નકશાવાળી ચલણી નોટ પાછી ખેંચી

20 November 2020 07:03 PM
World
  • સાઉદી અરબે જમ્મુ કાશ્મીરના ખોટા નકશાવાળી ચલણી નોટ પાછી ખેંચી

જી-ર0 સમિટ પહેલા વિવાદનું નિરાકરણ

સાઉદી અરબએ ભારતના ખોટા નકશાવાળા વિવાદનો ઉકેલ લાવી દીધો છે. વાત એમ છે કે તેઓએ પોતાની ર0 રિયાલની એ નોટ પાછી લઇ લીધી જેની પર ભારતનો ખોટો નકશો પ્રકાશિત કર્યો હતો. સાથે જ બેંકમાં નોટ છાપવાનું રોકી દીધુ છે. આ નોટમાં અવિભાજીત જમ્મુ કાશ્મીર અને લદાખને ભારતથી અલગ કરી નાખ્યુ હતું જેના પર ભારતએ સખત આપતિ જતાવી હતી. ત્યારબાદ સાઉદી અરબએ આ નોટ પાછી લેવાનો નિર્ણય કર્યો છે.સાઉદી અરબે આ બેંક નોટ જી-ર0 સમિટ માટે જાહેર કરી હતી. જેને સમિટ પહેલા જ પાછી ખેંચી લેવાઇ. મળતી જાણકારી મુજબ સાઉદી અરબએ ર0 રિયાલની નોટ જાહેર કરી હતી તેમાં એક તરફ કિંગ સલમાન અને જી-ર0 સાઉદી સમિટનો લોગો હતો. બીજી તરફ જી-ર0 દેશોનો નકશો હતો. આ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિત બાલ્ટિસ્તાન સહિત પુરેપુરૂ જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ બતાવાયુ હતું. આ બાદ સાઉદી અરબમાં ભારતીય રાજદુત ઔસાફ સઇદએ ર8 ઓકટોબરના આ મુદ્દો રિયાદ સામે ઉઠાવ્યો હતો. ત્યારબાદ ખોટા નકશાવાળી નોટને પાછી ખેંચી લેવાઇ.


Related News

Loading...
Advertisement