ભાજપ દ્વારા મંડલ પ્રશિક્ષણ વર્ગની બેઠક યોજાઈ

20 November 2020 06:41 PM
Rajkot Politics
  • ભાજપ દ્વારા મંડલ પ્રશિક્ષણ વર્ગની બેઠક યોજાઈ

નુતન વર્ષના પ્રારંભે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગની યોજના હેઠળ પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આગામી સમયમાં મંડલ સ્તરના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ દ્વારા આગામી તા. 27-11 થી 26-12 દરમ્યાન શહેરના તમામ વોર્ડમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય તેની પૂર્વતૈયારીના ભાગરુપે અને નવી મતદાર યાદી સુધારા અંતર્ગત ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપની અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ. બેઠકની શરુઆતમાં કોરોનામાં દિવંગત થયેલ કાર્યકર્તાઓને શ્રધ્ધાંજલી આપતા બે મીનીટનું મૌન પળાયું હતું.


Related News

Loading...
Advertisement