કોરોનાની ભયજનક ગતિ: મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઇ વચ્ચે ફ્લાઇટ્સ અને ટ્રેનો બંધ કરે તેવી શકયતા

20 November 2020 06:27 PM
India Travel
  • કોરોનાની ભયજનક ગતિ: મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઇ વચ્ચે ફ્લાઇટ્સ અને ટ્રેનો બંધ કરે તેવી શકયતા

મુંબઈ, તા.20
દેશમાં કોરોના ઇન્ફેક્શનની ગતિ ફરી ભયાનક બની રહી છે. ઝડપથી વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી અને મુંબઇ વચ્ચેની ફ્લાઇટ્સ થોડા સમય માટે રોકી શકાશે. ટ્રેનોને રોકવાનો નિર્ણય પણ લઈ શકાય છે. સૂત્રોના હવાલેથી આ માહિતી મળી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અધિકારીઓ સાથે કોરોના વિશે ચર્ચા કરી હતી. આમાં, ટ્રેન અને વિમાન સેવાઓ બંધ રાખવાનો પ્રસ્તાવ છે. એવી પણ ચર્ચા છે કે મુખ્યમંત્રી ટૂંક સમયમાં કેબિનેટની બેઠક બોલાવી શકે છે.
હાલમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે એક મધ્ય રેલ્વે અને પાંચ પશ્ચિમ રેલ્વેની ટ્રેનો દોડી રહી છે. સેન્ટ્રલ રેલ્વેના પીઆરપી એસ.કે. જૈને જણાવ્યું હતું કે, તેમને હજુ સુધી સત્તાવાર રીતે ટ્રેનોને રોકવાની માહિતી મળી નથી.


Related News

Loading...
Advertisement