સેન્સેકસ ફરી 44000ને આંબી ગયો: ગ્લાન્ડ ફાર્માનું બમ્પર લીસ્ટીંગ: 18 ટકા વધ્યા

20 November 2020 06:09 PM
Rajkot Business
  • સેન્સેકસ ફરી 44000ને આંબી ગયો: ગ્લાન્ડ ફાર્માનું બમ્પર લીસ્ટીંગ: 18 ટકા વધ્યા

શેરબજારમાં બેંક-ઓટો શેરોની આગેવાનીમાં સતત તેજી

રાજકોટ તા.20
મુંબઈ શેરબજારમાં આજે ફરી તેજીનો વળાંક આવી ગયો છે અને સેન્સેકસમાં 300 પોઈન્ટ અધિકનો ઉછાળો હતો. નવા લીસ્ટેડ ગ્લાન્ડ ફાર્મા 18 ટકા ઉચકાયો હતો.
શેરબજારમાં આજે બેતરફી વધઘટ હતી. છેલ્લા દિવસોની મોટી તેજી તથા આવતા સપ્તાહમાં ફયુચરના છેલ્લા દિવસે ઓપરેટર્સ, ઈન્વેસ્ટરો સાવચેત હતા છતાં બપોરથી હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલી માર્કેટ સડસડાટ વધવા લાગ્યુ હતું.
શેરબજારમાં આજે ઈન્ફોસીસ, એચસીએલ ટેક, એચડીએફસી બેંક, એચડીએફસી, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટસ, બજાજ ફીન, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, કોટક બેંક, વોડાફોન, ટેલ્કો, સ્ટેટ બેંક ઉંચકાયા હતા. રીલાયન્સ, સનફાર્મા, અદાણી પોર્ટ, હિન્દ લીવર વગેરે નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ફરી વખત 44000ને આંબી ગયો હતો. ઉંચામાં 44013 થઈને કુલ 373 પોઈન્ટના ઘટાડાથી 439 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 108 પોઈન્ટ ઉંચકાઈને 12880 હતો.
આજે ગ્લાન્ડ ફાર્માનું લીસ્ટીંગ હતું. બહુ ઓછા ઈન્વેસ્ટરોએ અરજી કરી હતી. 1500ના ભાવે અપાયેલો શેર 18 ટકાથી વધુ ઉંચકાઈને 1773 સાંપડયો હતો. અરજી કરનારા ખુશ હતા. અન્યો અકસેસ કરતા હતા. શેરબ્રોકરના કહેવા પ્રમાણે આવતા સપ્તાહે ફયુચરનો આવશે એટલે વધઘટ મોટી રહેવાની શકયતા છે.


Related News

Loading...
Advertisement