વિધાનસભાની મતદારયાદીના મુસદામાં ગંભીર છબરડા : મુખ્ય ચૂંટણી કમિશ્નરને ફરિયાદ

20 November 2020 05:30 PM
Rajkot Politics
  • વિધાનસભાની મતદારયાદીના મુસદામાં ગંભીર છબરડા : મુખ્ય ચૂંટણી કમિશ્નરને ફરિયાદ

રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રીની રજુઆત

રાજકોટ તા.20
રાજકોટની વિધાનસભા બેઠકોની મતદાર યાદીના પ્રસિઘ્ધ થયેલા મુસદામાં મોટા પ્રમાણમાં ભૂલ અને બેદરકારી રાખવામાં આવી હોવાની ફરિયાદ રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી મોહનભાઇ સોજીત્રાએ ચૂંટણી પંચને કરી છે.
રાજયના મુખ્ય ચૂંટણી કમિશ્નરને થયેલી ફરિયાદ એવી છે કે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની યાદીના આધારે રાજકોટ મ્યુ. કોર્પો.ની યોજનાર આગામી સામાન્ય ચૂંટણી માટે તૈયાર થયેલ મુસદા યાદીમાં રહેલ ક્ષતિઓ અમોએ આધાર-પુરાવા સાથે રજુ કરીને પારદર્શક આખરી મતદાર યાદી, બુથ યાદી પ્રસિઘ્ધ કરવા અનુરોધ કરેલ છે. પરંતુ આજ સુધી ચૂંટણીતંત્ર દ્વારા રાજકોટ મ્યુ.કોર્પો.ની આખરી મતદાર યાદી, બુથ યાદી ક્ષતિઓ દૂર કરી કંઇ તારીખે અને કઇ તારીખની લાયકાતે પ્રસિઘ્ધ થશે તે અંગે અમોને કોઇ જાણ કરાયેલ નથી.
આથી આ તાકીદ પત્ર દ્વારા અમો સુચવીએ છીએ કે રાજકોટ મ્યુ. કોર્પો.ની આખરી પારદર્શક મતદાર યાદી, બુથ યાદી કંઇ તારીખે પ્રસિઘ્ધ કમરાશે અને પ્રસિઘ્ધ થનાર રાજકોટ મ્યુ.કોર્પો.ની આખરી મતદાર યાદી કઇ તારીખે 2020 કે 2021ની લાયકાતે પ્રસિઘ્ધ થશે તેની સ્પષ્ટતા ત્વરીત કરશોજી.
તદઉપરાંત આપને વિદીત થાય કે વિધાનસભાની ચૂંટણીમાં બીએલઓ દ્વારા મતદારોને મતદાનની સ્લીપ વિતરણ કરાતી આવી છે. તે જ પ્રકારે રાજકોટ મ્યુ.કોર્પો.ની સામાન્ય ચૂંટણીમાં મતદારોને મતદાન સ્લીપ બીએલઓ દ્વારા વિતરણ કરવાની પ્રથાનો ચુસ્તપણે અમલ કરાવશો. નહી તો ઘણાં મતદારો મતદાનથી વંચિત રહેશે જેની નોંધ લઇ ત્વરીત પ્રબંધ કરાવશોજી.


Related News

Loading...
Advertisement