ભાજપની ચિંતન બેઠક અને નવા સંગઠનની રચના પણ મુલતવી

20 November 2020 05:27 PM
Rajkot Politics
  • ભાજપની ચિંતન બેઠક અને નવા સંગઠનની રચના પણ મુલતવી

તા.21/22ના રોજ યોજાનારી બેઠક કોરોના સ્થિતિના કારણે મોકુફ રાખવાની ફરજ પડી

રાજકોટ તા.20
પ્રદેશ ભાજપના નવા સંગઠનની આજે જાહેરાત થવાની સંભાવના વચ્ચે કાલથી શરૂ થનારી પાર્ટીની ચિંતન બેઠક કોરોનાની સ્થિતિના કારણે મોકુફ રાખવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપમાં સમય સમય પર ચિંતન બેઠક કરવાની પરંપરા રહી છે. આ ચિંતન બેઠકમાં પ્રજાલક્ષી, સંગઠનલક્ષી, ચૂંટણીલક્ષી મુદાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવતી હોય છે. તા.21/22 નવેમ્બરના રોજ ભાજપની પ્રદેશની ચિંતન બેઠક પ્રમુખ સી.આર.પાટીલની અઘ્યક્ષતામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાષ્ટ્રીય સહસંગઠનમંત્રી વી. સતીષજીની ઉપસ્થિતિમાં થનાર હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સંગઠન પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રીઓ અને મુખ્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના હતાં. આ પ્રદેશ ચિંતન બેઠક કોરોનાની પરિસ્થિતિને કારણે હાલ પુરતુ મોકુફ રાખવામાં આવી છે. તા.21/22 નવેમ્બરના રોજ યોજાનાર ભાજપ ચિંતન બેઠકની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement