‘અનવર કા અજીબ કિસ્સા’ જાસુસી ફિલ્મ ઈરોઝ નાઉ પર રિલીઝ થઈ

20 November 2020 03:39 PM
Entertainment Top News
  • ‘અનવર કા અજીબ કિસ્સા’ જાસુસી ફિલ્મ ઈરોઝ નાઉ પર રિલીઝ થઈ

નવાઝુદીન અને પંકજ ત્રિપાઠી ફરી જમાવટ કરશે?

અમદાવાદ તા.20
2013માં લંડન અને કેરળ ફિલ્મ ફેસ્ટીવલમાં સ્ક્રીન થયેલી જાણીતી બંગાળી ફિલ્મમેકર અને કવિ બુદ્ધદેવ દાસ ગુપ્તાની ડાર્ક કોમેડી ફિલ્મ ‘અનવર કા અજબ કિસ્સા’ આજથી ઈરોઝ નાઉના ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.અનવર કા અજબ કિસ્સા’માં અનવર નામના વિચિત્ર સ્વભાવ ધરાવતા ડિરેકટીવની વાત છે જે પોતાની શૈલીથી કેસ સોલ્વ કરે છે. તેને તેના પોતાના ગામડામાં અનમોલ નામના એક વ્યક્તિનો કેસ સોંપાય છે અને વાર્તામાં વળાંક આવે છે. સાથે સાથે તેના આયેશા નામની છોકરી સાથે પ્રણયની વાર્તા પણ આગળ વધે છે.


ડ્રામેટીક રીતે સુખ-દુ:ખની વાત રજૂ કરતી તથા માનવમગજની સુંદરતા અને અટપટા સ્વભાવને ઉજાગર કરતી ‘અનવર કા અજબ કિસ્સા’માં ડિરેકટીવ અનવર તરીકે નવાઝદીન સીદીકી અને અનમોલ તરીકે પંકજ ત્રિપાઠી જોવા મળશે, તો અનવરની પ્રેમિકા આયેશાના પાત્રમાં મિસ અર્થ ઈન્ડિયા રહી ચૂકેલી એકટ્રેસ નિહારિકા સિંહ જોવા મળશે.ઉલ્લેખનીય છે કે 2013માં નવાઝુદીન સિદીકી અને પંકજ ત્રિપાઠી આજ જેટલા લોકપ્રિય કલાકારો નહોતા. કોરોના વાઈરસને કારણે થિયેટરો બંધ રહેતા લોકો ઓટીટી પ્લેટફોર્મ તરફ વળ્યા અને આમ પણ આ પ્રકારની ફિલ્મો માટે થિયેટર-રિલીઝ અઘરી પડે છે ત્યારે મેકર્સનો સીધા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય યોગ્ય છે.


Related News

Loading...
Advertisement