મહિલા ટી-20 વર્લ્ડકપ બે વર્ષ માટે સ્થગિત: હવે 2023માં રમાશે

20 November 2020 12:39 PM
Sports
  • મહિલા ટી-20 વર્લ્ડકપ બે વર્ષ માટે સ્થગિત: હવે 2023માં રમાશે

આઈસીસીનો મહત્ત્વનો નિર્ણય: 9 ફેબ્રુઆરી-2023થી શરૂ થશે વિશ્ર્વકપ

નવીદિલ્હી, તા.20
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે એક મહત્ત્વનો નિર્ણય લેતાં મહિલા ટી-20 વર્લ્ડકપ 2022ને સ્થગિત કરી દીધો છે. આઈસીસીએ આ પહેલાં મહિલા ટી-20 વર્લ્ડકપને 2021થી 2022 સુધી સ્થગિત કર્યો હતો પરંતુ હવે તેને આગળ વધારી દીધો છે.


આઈસીસીના જણાવ્યા અનુસાર હવે મહિલા ટી-20 વર્લ્ડકપ 2023માં આયોજિત થશે. આ ટૂર્નામેન્ટ 9 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઈનલ મુકાબલો 26 ફેબ્રુઆરી-2023માં રમાશે. બોર્ડે એવું પણ જણાવ્યું કે 2022માં રમાનારા મહિલા ટી-20 વિશ્ર્વકપને પણ સ્થગિત કરવામાં આવ્યો છે. હવે આ ટૂર્નામેન્ટ 2023માં પ્રસ્તાવિત છે. ઉલ્લેખનીય છે કે 2022માં કોમનવેલ્થ ગેમ્સ સહિત 3 મોટા રમત કાર્યક્રમ આયોજિત કરવામાં આવનાર છે જેમાં મહિલા ક્રિકેટ ખેલાડીઓ પોતાનો જલ્વો બતાવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જ આઈસીસીએ મોટો નિર્ણય લેતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના રેન્કીંગ આધારને જ બદલી દીધો છે. આઈસીસીના નવા નિયમ અનુસાર હવે જીત ટકાવારી પોઈન્ટના આધારે ટીમોનો ક્રમ નક્કી થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા બીજા નંબરે પહોંચી ગઈ અને ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન બની ગઈ હતી.


Related News

Loading...
Advertisement