દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલને 8પ0 કરોડ રૂપિયાનો દંડ

20 November 2020 11:55 AM
Technology Top News
  • દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલને 8પ0 કરોડ રૂપિયાનો દંડ

જુના આઇફોન સ્લો કરવાનો આરોપ

દુનિયાની સૌથી મોટી ટેક કંપની પર 11.3 કરોડ ડોલર (લગભગ 840 કરોડ રૂપિયા)નો દંડ ફટકારાયો છે. એપલ આ દંડ ચુકવવા માટે તૈયાર થઇ પરંતુ ભૂલ હોવાનું સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો.
દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલને 11.3 કરોડ ડોલર (અંદાજે 840 કરોડ રૂપિયા)નો દંડ ફટકારાયો છે. આરોપ છે કે વર્ષ ર016માં એપલે આઇફોન 6, 7 અને એસઇના મોડેલનું અપડેટ જારી કર્યુ હતું. જેનાથી જુના આઇફોન સ્લો થઇ ગયા હતા. અપડેટ જારી કરતા પહેલા કંપનીએ પોતાના ગ્રાહકોને આ અંગેની જાણકારી આપી નહોતી. કેલિફોર્નિયાના એટર્ન જનરલ ઝેવિયર બસેરાએ કહ્યું હતું કે આ દંડ અમેરિકાના 33 રાજયો અને કોલંબિયા ડીસી તરફથી દાખલ અરજીના નિકાલ દરમિયાન લગાવાયો હતો. મળતી માહિતી મુજબ એપલ આ દંડ ચુકવવા માટે તૈયાર થઇ છે પરંતુ તેણે ભૂલ હોવાનું સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.


Related News

Loading...
Advertisement